તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન કેમ્પ:બોડેલીમાં પાઇપ ફેક્ટરીના કામદારો રસી મૂકાવવા ઉમટતાં જથ્થો ખૂટી પડ્યો

બોડેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે જલારામ પાઈપ ફેક્ટરીમાં વેક્સિનેશન કેમ્પ યોજાશે

વેપારી મથક બોડેલીમાં કોરોનાની રસી મુકાવવા માટે ઠેરઠેર લોકો ઉમટી રહ્યા છે. ત્યારે સોમવારે બોડેલીની સિમેન્ટ પાઈપ ફેકટરીના કામદારો માટે ઢોકલિયાની ફેકટરીમાં રસીકરણ કેમ્પ રાખ્યો હતો. 266 જેટલા કામદારો પોતાના પરિવાર સાથે રસી લેવા ઉમટી પડતા રસી પણ ખૂટી જતાં કેટલાક લોકોને પરત જવું પડ્યું હતું.

બોડેલી વિસ્તારમાં આવેલી સિમેન્ટ, પાઈપ ફેકટરીના કામદારોને પણ રસી અપાય તે માટે સિમેન્ટ પાઈપ એસોસિયેશન દ્વારા વ્યવસ્થા કરાઈ હતી. ઢોકલીયાની ગુજરાત પાઈપ ફેકટરીમાં રસી કેમ્પમાં 266 જેટલા કામદારોને રસી અપાઈ હતી. લોકો ઉમટી પડતાં રસી પણ ખૂટી પડી હતી. હવે તા. 29 ના રોજ બોડેલીના મોડાસાર ચાર રસ્તા પાસે જલારામ પાઈપ ફેકટરીમાં રસી કેમ્પ રાખ્યો છે. જેથી તે વિસ્તારની પાઇપ ફેકટરીઓના કામદારો રસી કરણ કરાવી શકશે. બોડેલીમાં રસીકરણ અભિયાને વેગ પકડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...