ચિંતા:સણોલીમાં 8 ગાયો મોતને ભેટતા પશુપાલકો ચિંતિત

બોડેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોડેલી તાલુકાના સણોલી ગામે બે દિવસ અગાઉ અચાનક એક સાથે 7 જેટલી ગાયોનું ટપોટપ મોત થયું હતું. જ્યારે બુધવારે વધુ એક ગાયનું મોત થતા પશુ પાલકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

આ અંગે ગ્રામજનો મૂંઝવણ અનુભવી રહ્યા છે અને ગાયોના મોત અંગે ચોક્કસ કારણ શોધી રહ્યા છે. કેટલાકનું કહેવું છે કે હળકાયેલું કૂતરું હોવાને લીધે કરડવાથી ગાયોના મોત નીપજ્યા છે. ગામના સરપંચ જયંતિભાઈનું કહેવું છે કે કોઈ બીમારી હોવાને લીધે પણ આવું બની શકે છે. ત્યારે વેટરનરી ડોક્ટરને બોલાવી પશુઓનું તબીબી નિરીક્ષણ કરાવી જરૂરી દવા અને રસીકરણ કરાય તેવી માગ ઉઠી છે. બે દિવસમાં આઠેક ગાયોના અકારણ મોતથી પશુ પાલકો સહિત ગ્રામજનો ચિંતિત છે.

અન્ય સમાચારો પણ છે...