ખરાખરીનો જંગ:જબુગામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદનું એક જ ફોર્મ ભરાયું

જબુગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 વોર્ડમાંથી એક વોર્ડબિનહરીફ, 9વોર્ડમાં પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ખરાખરીનો જંગ

બોડેલી તાલુકાના વિવાદાસ્પદ એવા જબુગામ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે એક મહિલા ઉમેદવારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેની તરફેણમાં હાઇકોર્ટે હુકમ કર્યા બાદ સ્થાનિક કક્ષાએ અધિકારીઓએ તે હુકમ અંગે કોઇ કાર્યવાહી ન કરતાં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારે બોડેલી સેવા સદન ખાતે મામલતદારની ગાડીનો ઘેરાવો કર્યો હતો. સરપંચ પદ માટે ચૂંટણી લડવા ઈચ્છુક સેજલબેન બારીયાનું નામ મતદાર યાદીમાં ન હોય જેથી તેઓની ઉમેદવારી રદ થઇ હતી. જેથી ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવી કોર્ટમાં અપીલ કરતા હાઈકોર્ટે તેઓને લડવા હુકમ કર્યો હતો.

ચૂંટણી લડવા ઇચ્છુક સેજલબેનને ચૂંટણી અધિકારી અને મામલતદારને હાઇકોર્ટની નકલ આપી હતી અને તેમાં હાઈકોર્ટે તેઓની ઉમેદવારી કરી ચૂંટણી લડવા હુકમ કરેલ ત્યારે મામલતદારે કલેક્ટર સાથે પરામર્શ કરી નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું. ત્યારે ચૂંટણીના ગણતરીનો સમય બાકી હોય ઉમેદવાર સેજલબેનના સમર્થકો અધિકારીના જવાબની રાહ જોઈ બોડેલી સેવા સદને ઊભા હતા. પરંતુ સાંજ સુધી જવાબ ન મળતાં મામલતદારની ગાડીને ઘેરાવ કર્યો હતો. જેને પોલીસે ઘેરાવ કરેલ ઉમેદવારને અને સમર્થકોને પોલીસે હટાવી મામલતદારની ગાડી રવાના થઈ હતી.

ત્યારે હાલ ત્યારે હાલ જબુગામ ગ્રામ પંચાયતની ચૂંટણીનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો હોય જેથી સરપંચ તરીકે એક જ ફોર્મ ભરવામાં આવેલું છે. જ્યારે 10 વોર્ડમાંથી એક વોર્ડ બિનહરીફ જાહેર થયેલ છે. બાકીના વોર્ડમાં પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ચુંટણી યોજાશે. ગતરોજ જબુગામના રાજમાર્ગો પર પોલીસ અધિકારીઓ સાથે પોલીસની ફ્લેગ માર્ચ નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...