અસહ્ય ગરમી:બોડેલીમાં અસહ્ય ગરમી વચ્ચે ઓરસંગ નદી કિનારે કબ્રસ્તાનમાં અસંખ્ય વાગોળના મોત

બોડેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 44% તાપમાન વચ્ચે પશુ-પક્ષીઓ પણ લાચાર

બોડેલી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં સતત વધારો થયો છે. ત્યારે 44 ડિગ્રી તાપમાન વચ્ચે બોડેલી વિસ્તારમાં અસહ્ય ગરમીના કારણે અનેક વાગોળના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. બપોરે બોડેલીના રસ્તા અને બજારો સૂમસામ દેખાય છે. બોડેલી તાલુકામાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેને લઈ લોકો ત્રાહિમાન પોકારી ઉઠ્યા છે.

જ્યારે અસહ્ય ગરમીથી જનજીવન નહિ પણ અબોલ પશુઓ પર તેની સીધી અસર જોવા મળી છે. બોડેલીના ઓરસંગ નદીના કિનારે કબ્રસ્તાનમાં અસંખ્ય વાગોળના મોત નિપજ્યા છે. ઠેરઠેર છૂટાછવાયા પડેલા જોવા મળ્યા હતા. ગરમીના કારણે ઝાડ પર લટકતા વાગોળ ટપોટપ નીચે પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...