કામગીરી:બોડેલી માર્કેટના હેલિપેડથી અલ્હાદપુરા સુધી નવો રોડ બન્યો, CMનો કાર્યક્રમ હોવાથી R&Bએ ડામર રોડ પાથરી દીધો

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીના આગમનને લઇને રોડ નવો બન્યો. - Divya Bhaskar
મુખ્યમંત્રીના આગમનને લઇને રોડ નવો બન્યો.
  • બોડેલીના બજારનો ભંગાર રોડ યથાવત

બોડેલી તાલુકાના અલ્હાદપુરા મુકામે બરોડા ડેરી સંચાલિત ચિલીંગ સેન્ટર મુકામે તા.21 મીએ મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી તેમના રૂટ પર માર્ગ મકાન વિભાગે નવો ડામર રોડ પાથરી દીધો છે. જેથી લોકોમાં ચર્ચાનો વિષય ઊભો થયો છે. વરસાદમાં અનેક રસ્તા બિસ્માર બન્યા છે.

ખાસ કરીને બોડેલી અને અલીપુરાનો રસ્તો અત્યંત બિસ્માર છે. તેવા સમયે બોડેલી માર્કેટમાં આવેલા હેલિપેડથી ઢોકલીયા થઈને મોડાસર ચોકડી થઈને અલ્હાદપૂરા સુધીના રૂટ પર બાયરોડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જવાના હોવાથી માર્ગ મકાન વિભાગ દોડતું થયું અને રાતોરાત ડામર પાથરી દીધો હતો. હવે લોકોમાં ચર્ચા ઉઠી છે કે જો બિસ્માર માર્ગ નવો બનાવવો હોય તો ત્યાં મંત્રી કે મુખ્યમંત્રીને બોલાવો તો તંત્ર આપોઆપ દોડતું થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...