તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મુઠીયારીથી 5 જુગારીયા 10.77 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

બોડેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ ટીમનો સપાટો
  • 13 વોન્ટેડને પકડવા પોલીસ એક્શનમાં આવી

બોડેલી તાલુકાના મુઠીયારી ગામે ખાખરના ઝાડ નીચે પત્તા પાનાનો જુગાર રમતા કુલ 18 જેટલા જુગારીયાઓ અંગે બાતમી મળતા ગાંધીનગરની ખાસ સેલની ટીમ ત્રાટકી હતી ત્યારે દોડધામ મચી હતી. જેમાં પાંચ જુગારીયાઓ પકડાયા હતા અને 13ભાગી છૂટયા હતા. રોકડ, મોબાઈલ અને વાહનો મળીને કુલ 10.77 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટેટ મોનિટરીંગનો સ્ટાફ બોડેલી તાલુકાના મુઠીયારી ગામે ચોક્કસ બાતમીને આધારે ત્રાટકી હતી. જુગાર રમતા લોકોને પકડવાની કામગીરી કરતા દોડધામ મચી હતી.

જેમાં કુણાલ પ્રવીણ જયસ્વાલ રહે. 502, રાઈઝ, વાસણા ભાયલી રોડ, વડોદરા, મયંક અરવિંદ સોની , 136, વિરનગર સોસાયટી, કરેલી બાગ, વડોદરા, લાલુ અંબુ રાઠવા રહે. ગુટીયા, પાવીજેતપુર, પ્રવીણ ભણતા રાઠવા રહે. ઝાબ, પાવીજેતપુર, અજય શિવરામ ભોઈ, અમન પાર્ક બોડેલી ની અટક કરી હતી.

જ્યારે જુગાર રમમાડનારા ચાર વોન્ટેડ આરોપીઓ કંચન, ઢોકલિયા ચોકડી, બોડેલી, કાલુ ઉર્ફે રહેમાન સાં દીવાન રહે. પાવીજેતપુર, ભારત મોહન રાઠવા વાલોઠી, રફીક કાજી રહે. કુબેર નગર બોડેલી સહિત કુલ 13ને પકડવા માટે કવાયત હાથ ધરી છે. જુગાર સ્થળેથી રોકડ રૂપિયા 1,24,710,મોબાઈલ 6 નંગ 67,500,વાહન 11 નંગ 8,85,000 મળીને કુલ 10,77,210 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બોડેલી પોલીસ ઊંઘતા ઝડપાઈ
બોડેલી તાલુકામાં દારૂ જુગારની બદી ખૂબ ફુલીફાલી હોવાની અનેક ફરિયાદો છતાં બોડેલી પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ત્યારે છેક ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગની ટીમ ત્રાટકીને જુગાર પકડ્યો હતો. જેથી બોડેલી પોલીસ ઊંઘતા ઝડપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...