આયોજન:બોડેલીમાં MPના રાજ્યપાલનો સત્કાર સમારોહ યોજાયો

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બોડેલી ખાતે મધ્યપ્રદેશના નવનિયુકત રાજયપાલ મંગુભાઇ પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો. - Divya Bhaskar
બોડેલી ખાતે મધ્યપ્રદેશના નવનિયુકત રાજયપાલ મંગુભાઇ પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો.
  • પદાધિકારીઓ પોતાના હોદ્દાનો દુરુપયોગ ન કરે તેવી નેતાઓને ટકોર કરાઈ
  • નરેન્દ્ર મોદીએ સાચા અર્થમાં આદિવાસી સમાજનો ઉદ્ધાર કર્યો : મંગુભાઈ

ગુજરાતમાંથી પ્રથમ આદિવાસી રાજ્યપાલ તરીકે મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશમાં નિયુક્ત થતાં બોડેલી બજાર સમિતિમાં ત્રણ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા સન્માન સમારોહ યોજ્યો હતો. જેમાં સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલ,વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ભાજપ આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના પ્રથમ આદિવાસી રાજ્યપાલ તરીકે નિયુક્ત થવાનું મને ગૌરવ આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આદિવાસી સમાજના સંવેદનશીલ વ્યક્તિ ગણાવ્યા હતા.

તેઓએ વનબંધુ કલ્યાણ યોજના કરી અને જનધન યોજના, ઉજ્જવલા યોજના, કિસન યોજના અમલી બનાવી હતી. બેટી બચાવો, બેટી પઢાવો થકી આદિવાસી મહિલાઓનું શિક્ષણ સ્તર ઊંચું લાવ્યા છે. 42 કરોડ જનધન ખાતા ખોલી આદિવાસીઓને સીધો લાભ આપ્યો છે. 1990માં આદિવાસી સમાજ માં શિક્ષણનું સ્તર 27 ટકા હતું તેને 64 ટકાએ પહોંચાડ્યું છે. સાઇકલ ફેરવતા 18 આદિવાસી યુવાન હવે પાઈલોટ બનવાની તાલીમ લઈ રહ્યા છે.તેમને વધુમાં કહ્યું કે શાળામાં ભણતા બાળકો કુપોષિત ન રહી જાય તે માટે દૂધ સંજીવની યોજના થકી 12 લાખ બાળકોનુ સ્વાસ્થ્ય સુધારી નિયમિત શાળા આવે તેવા પ્રયાસ કર્યા છે.

સાંસદ ગીતાબેને જણાવ્યું કે છ ટર્મથી ધારાસભ્ય રહી મંત્રી અને સિપકર પણ રહી ચૂક્યા છે. ધારાસભ્ય અભેસિંહ તડવીએ કહ્યું કે મંગુભાઈ સમગ્ર જીવન આદિવાસી સમાજની સેવામાં ખપાવી નાખ્યું છે. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ મંગુભાઈનુ ભવ્ય સન્માન કરી તેઓને સ્મૃતિ ચિન્હ ભેટ કરી બહુમાન કર્યું હતું.

નેતાઓએ પદ માટે સંતોષ રાખી તેનો દુરુપયોગ ન કરવો: મંગુભાઈ :ગુજરાતમાં જે રીતે સત્તા પરિવર્તન ભાજપે કર્યું અને તેમાં નારાજગી જોવા મળી. તેના ઉપર નામ લીધા વિના ટિપ્પણી કરતા રાજ્યપાલ મંગુભાઈ પટેલે કહ્યું કે મળેલા પદનો ક્યારેય દુરુપયોગ કરવો જોઈએ નહિ. મળેલા પદ માટે સંતોષ રાખી કામ કરવું જોઈએ. નારાજગી કરવી જોઈએ નહિ. તેમ કહી નેતાઓ અને કાર્યકરોને પણ ટકોર કરી હતી.

મંગુભાઈના સન્માન કાર્યક્રમમાં રૂપાણી અને નીતિન પટેલનો ફોટો જોઈ લોકો સ્તબ્ધ
ગુજરાતમાં નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ બન્યાને બીજા દિવસે બોડેલીમાં રાજ્યપાલના સત્કાર સમારોહના બેનરમાં તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનો ફોટો જોઈ દરેક જણ ગણગણાટ કરતા હતા. બે દિવસથી સત્તા પરિવર્તનની ગતિવિધિ વચ્ચે પણ બોડેલી કાર્યક્રમના આયોજકોને બેનર બદલવાનો સમય મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...