વળતર ચૂકવવા ખેડૂતોની માગ:બોડેલી તાલુકામાં ધોધમાર વરસાદને કારણે જબુગામ વિસ્તારની કેળના ખેતીને 50 લાખ રૂપિયાથી વધુનું નુકસાન

બોડેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા સર્વે હાથ ધરી ખેતીમાં થયેલી નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતોની માગ

બોડેલી તાલુકામાં ધોધમાર વરસાદને કારણે જબુગામ વિસ્તારની કેળના ખેતીને 50 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થતાં ખેડૂતોની ફરિયાદને આધારે ગ્રામ સેવક અને તલાટી દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં નુકસાન થયેલ ખેડૂતોના સર્વે તૈયાર કરી બોડેલી તાલુકા પંચાયતમાં રજૂ કરવા રિપોર્ટ તૈયાર કર્યો છે.

ખેડૂતોએ અતિ ભારે વરસાદને કારણે થયેલ ખેતીની બરબાદીના પગલે વળતરની માંગણીઓ કરી છે. કેળના થળિયા જમીનદોસ્ત થવા સાથે સોનાની લગડી સમાન જમીનોનું પણ મોટે પાયે ધોવાણ થયું છે અને તૈયાર થયેલ લુમ સાથે થડીયા સાથે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. ખેતી બરબાદ થઈ ગઈ હતી આ વિસ્તારના ખેડૂતો રાતા પાણી રોઈ રહ્યા છે.

કેળની ખેતી આ વિસ્તાર માટે મુખ્ય રોકડીયો પાક છે. જો તેમાં યોગ્ય વળતર સરકાર તરફથી સમયસર મળે તે માટે વિસ્તારના ખેડૂત આગેવાનોએ વહીવટી તંત્ર અને સરકારમાં રજૂઆત કરી છે.

જબુગામ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે આ વિસ્તારની કેળની ખેતીને 50 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થતાં ખેડૂતોની ફરીયાદીને આધારે તલાટી અને ગ્રામ સેવકે સર્વે હાથ ધરી બોડેલી તાલુકા પંચાયતમાં રજૂ કરવા રીપોર્ટ તૈયાર કરી રહ્યા છે. તસવીરમાં કેળની ખેતીને થયેલું નુકસાન નજરે પડે છે.

કેળા ઉત્પાદકોના ખેતરોનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવું જોઈએ
જબુગામમાં અંદાજે 50 લાખ રૂપિયા જેટલી કેળની ખેતીને વ્યાપક વરસાદને કારણે નુકસાન થયું છે. આ કેળાના ઉભા પાકના નુકસાન અંગે ખેતીવાડી ખાતાએ તાત્કાલિક સર્વે હાથ ધરી નુકસાન પામેલ ખેતરોના માલિકોને યુદ્ધના ધોરણે વળતર ચૂકવવાની કામગીરી કરવી જોઈએ. - દિલીપભાઈ રાઠવા, માજી સરપંચ જબુગામ

અન્ય સમાચારો પણ છે...