તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને આર્થિક નુકશાન:મગનો પાક વાવાઝોડામાં બગડતાં બોડેલી તાલુકામાં 2 કરોડથી વધુનું નુકસાન

બોડેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોડેલી તાલુકા ડોરમારથી સૂર્યા ઘોડા વિસ્તારના ગામોમાં ખેડૂતોએ સેકડો એકરમાં કરેલો મગનો પાક તાઊતે સહિતના વાવાઝોડામાં બગડી જતા નાના મોટા ખેડૂતોને ઘણું બધું આર્થિક નુકશાન વેઠવાનો વખત આવ્યો છે. સૂર્યાઘોડા, કુંડી, પ્તરા, ડોરમાર, કાવિઠા, પતરા, ફાંટા અને કંડેવાર વિસ્તારમાં લીલા મગનો પાક મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો હતો.

ખેડૂતોને વળતર મેળવવાંની ખૂબ આશા હતી. પણ વાવાઝોડાએ મગનો પાક બગાડી નાખ્યો હતો. વરસાદમાં મગ પલળી જતા મગ પર છાપ પડી ગઈ હતી. વેપારીઓ આ મગનો પૂરતો ભાવ આપવા મટે અસમર્થ બન્યા હતા. ખેડૂતોએ જે ભાવ મળ્યો તે ભાવે મગ વેચવા મજબૂર બન્યો હતો. કરોડો રૂપિયાનુ નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ સેવાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...