તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ધનપુરમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવી મનરેગાના નાણાં ઉપાડવાનું કૌભાંડ, ગ્રામજનોનું આવેદન

બોડેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓની સંડોવણી હોઇ PMO, CMO સહિત 6 જગ્યાએ આવેદન અપાયું

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ધનપુર ગામમાં બોગસ જોબકાર્ડ બનાવી ખોટી સહીઓ કરી અને ખોટું હાજરી પત્રક બનાવી બેકમાં ખોટા ફર્મ ભરી ખોટી રીતે સહીઓ અને અંગુઠાના ખોટા નિશાન કરી લોકોની જાણ બહાર ખાતું ખોલાવી સરકારમાંથી ખોટી રીતે નાણાંની ઉચાપત કરી હોવાનું ભોપાળું બહાર પડતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

જેમાં સરપંચ ધનપુર ગ્રામ પંચાયત, તલાટીકમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી બોડેલી, મેનેજર બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક, મેનેજર બેન્ક ઓફ બરોડા શાખા, મેનેજર બેંક ઓફ ઇન્ડિયા બોડેલી શાખા વિગેરે વિરુદ્ધ ફરિયાદ કરેલી હોઈ તેઓ દ્વારા ધાક ધમકી આપવામાં આવી રહી હોવાનાં આક્ષેપ સાથે ગ્રામજનોએ પીએમઓ સહિત 6 જેટલી ઉચ્ચકક્ષાએ આવેદન પત્ર આપીને રજૂઆત કરતા બોડેલી પંથક સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ બોગસ જોબકાર્ડ બનાવી મરી ગયેલા લોકોના જોબકાર્ડ બનાવી સરકારી કર્મચારીઓના બોગસ જોબ કાર્ડ બનાવી ખોટી રીતે સહીઓ કરી અને ખોટું હાજરી પત્રક બનાવી બેકમાં ખોટા ફોર્મ ભરી ખોટી રીતે સહીઓ કરી અને અંગુઠાના ખોટા નિશાન કરી સહી કરનારા લોકોના ખોટી રીતે જાણ બહાર ખાતું ખોલાવી સરકારમાંથી ખોટી રીતે નાણાં ઉચાપત કરી જેમાં સરપંચ ધનપુર ગ્રામ પંચાયત (મીનાબેન ભીલ), તલાટીક્રમ મંત્રી(કિંજલ પટેલ), તાલુકા વિકાસ અધિકારી બોડેલી, મેનેજર બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક બોડેલી, મેનેજર બેન્ક ઓફ બરોડા બોડેલી શાખા, મેનેજર બેંક ઓફ ઇન્ડિયા બોડેલી શાખા વિગેરે વિરુદ્ધ ફરિયાદ કરેલી હોઈ તેઓ દ્વારા ધાક ધમકી આપવામાં આવી રહી છે.

સરપંચ દ્વારા ધનપુર પંચાયત દ્વારા હું ક્યાં પક્ષ સાથે જોડાયેલી છે તમને ખબર છે ? આ બધા ડુપ્લીકેટ જોબકાર્ડ બનાવ્યા છે તેના રૂપિયા મારા નથી, હું એ જિલ્લા સુધી પૈસા પહોંચાડ્યા છે, ત્યારે સરપંચના પતિ તમારાથી થાય તે કરી લો કેમ કે જો અમે આરોપીઓ બનશું તો તમારા ભાગ્યા નેતા અને અધિકારીના પણ નામ અમે આપી દઈશું, આટલી બધી તમે ફરિયાદો આપી તેમ છતાં આજદિન સુધી ફરિયાદ દાખલ થઈ શકી ખરી ?

આના પરથી સમજી જવું કોણ કોણ સામેલ છે, તેમજ આવેદકોના નામ પર ખોટા પેપરો તૈયાર કરી, સહી તેમજ અંગૂઠાણના નિશાન કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી ખોટા દસ્તાવેજો બનાવી સરકાર સાથે પણ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ હોઈ સહિતના વિવધ મુદ્દાઓના આક્ષેપ સાથે તેમજ આવેદન મળ્યા બાદ જો અમોને કાયદાની મદદ અને કાયદાનું રક્ષણ નહીં મળે તો નાછૂટકે મહાત્મા ગાંધીજીએ જે માર્ગ અમને ન્યાય મેળવવા માટે બતાવેલ છે તે તરફ આગળ વધવાની વિચારણા પર જવું પડશે તેમ ગ્રામજનોએ પીએમઓ, સીએમઓ સહિત 6 જેટલી ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે .

આવું અનેક ગામોમાં બન્યું હોવાની શક્યતા પ્રબળ બની
બોડેલી તાલુકાના એક નાનકડા ગામમાં થયેલા ગોટાળાએ સરકારી તંત્રની લાપરવાહી સામે પ્રશ્નાર્થ ચિન્હ ઊભા કર્યા છે. બોડેલી તાલુકાના અન્ય ગામોમાં અને જિલ્લાભરમાં પણ આવા ગોટાળા થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...