તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રમાં ખળભળાટ:સમયસર માહિતી ન આપતા મામલતદારને15 હજારનો દંડ

બોડેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોડેલીના પૂર્વ તલાટીએ ગ્રા.પં.ની ચૂંટણી ટાણે ઉમેદવારના જાતિના પ્રમાણપત્રને લઇને RTI કરી માહિતી માગી હતી

બોડેલીની બાજુમાં આવેલા ચાચક ગામે રહેતા પૂર્વ તલાટીને માહિતી અધિકાર નિયમ અન્વયે સમયસર માહિતી ન અપાતા બોડેલી મામલતદારને રૂપિયા 15 હજારનો દંડ ફટકારતા તાલુકા સહિત જિલ્લા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

ચાચકના પૂર્વ તલાટી જશવંતભાઈ જાધવભાઈ પટેલે બે વર્ષ અગાઉ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન અન્ય ઉમેદવારના જાતિના પ્રમાણપત્રને લઇને મામલતદાર કચેરીમાં આરટીઆઈ હેઠળ અરજી કરી માહિતી માગી હતી. જે પેટે રૂ.280ની ફી પણ જશુભાઈએ ભરી હોવાથી બે દિવસમાં માહિતી આપવાની હતી. પણ સમયસર માહિતી અપાતા 35 દિવસ વિલંબથી માહિતી અપાઈ હતી. જેથી ફી પરત કરવાની હોય છે. જે ન મળતા માહિતી આયોગમાં સુનાવણી થતાં બન્ને પક્ષને સાંભળ્યા પછી અરજદારને ફીની રકમ પરત કરવાની સાથે બોડેલી મામલતદારને 15 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...