કાર્યવાહી:3 લક્ઝુરિયસ ગાડીમાં લઇ જવાતો રૂ.3.52 લાખનો દારૂ-બિયર જપ્ત

બોડેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોડેલી કેનાલ પરથી દારૂ સાથે 3 શખ્સો ઝડપાયા, 7 ફરાર
  • બોલેરો, ફોર્ચ્યુનર સહિત ગાડી મળી 16.91 લાખનો મુદ્દામાલ જપ્ત

મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો મંગાવી વડોદરા તરફ લઈ જવાતો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરને બાતમી મળી હતી. કેનાલ માર્ગે આવતી ગાડીઓ બોલેરો, ફોર્ચ્યુનર અને એક્સયુવી જેવી લક્ઝુરિયસ ગાડીઓ આવતાં જ તેને અટકાવી હતી. જેમાંથી કેટલાક નાસી છૂટયા અને ત્રણ આરોપી પકડાયા હતા. ત્રણે ગાડીઓ તપાસતાં તેમાં દારૂની કુલ 996 અને બિયરની 744 મળીને કુલ 1740 બોટલોનો જથ્થો બોક્ષમાં મળી આવ્યો હતો.

રૂા.3.52 લાખના દારૂ સહિત રૂા.16.91 લાખના મુદ્દામાાલ સાથે પકડાયેલા ત્રણ આરોપીઓમાં (1)સંજય વસાવા રહે. કમલા નગર, આજવા રોડ, વડોદરા (2) રમેશ રાઠવા રહે. કડીપાની, કવાંટ અને (3) પ્રદીપ જયસ્વાલ નસવાડી રોડ, કવાંટનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય સાત મુકેશ રાઠવા રહે. કવાંટ, ભાવેશ વડોદરાવાળા, અલ્કેશ રાઠવા રહે. છીછડિયા, મહેશ રાઠવા રહે. સુર્યઘોડા, સાદૂડ ભરવાડ વડોદરા, ડેનિસ રહે. જેસંગપુરા અને કિંજલ રહે.કવાંટની અટક કરવા પોલીસ તપાસ ચલાવી રહી છે. સ્થાનિક પોલીસની હદમાં મોટા પાયે દારૂનો જથ્થો પકડાતા ચર્ચા વ્યાપી હતી.

અન્ય સમાચારો પણ છે...