ભાસ્કર વિશેષ:છોટાઉદેપુર જિલ્લાની પ્રથમ બોડેલી કોર્ટમાં કાયદાના પુસ્તકો ધરાવતી લાઇબ્રેરી સ્થપાઇ

બોડેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પુસ્તકો મુકવાની તિજોરી પ્રમુખ લલિતચંદ્ર ઝેડ રોહિત અને વિજયકુમાર ઝેડ રોહિતના પરિવાર તરફથી સપ્રેમ ભેટ અપાઇ. - Divya Bhaskar
પુસ્તકો મુકવાની તિજોરી પ્રમુખ લલિતચંદ્ર ઝેડ રોહિત અને વિજયકુમાર ઝેડ રોહિતના પરિવાર તરફથી સપ્રેમ ભેટ અપાઇ.
  • બાર પ્રમુખના માતુશ્રીના સ્મરણાર્થે છોટાઉદેપુરમાં જિલ્લામાં સુવિધા ઊભી કરાઈ

છોટાઉદેપુર જિલ્લામાં કાયદાના પુસ્તકોથી સજ્જ પ્રથમ લાયબ્રેરી સાથે બોડેલી બાર એસોસિએશન સુવિધાથી સજ્જ બન્યું છે. તે માટે બાર પ્રમુખની માતુશ્રીના સ્મરણાર્થે સુવિધા ઊભી કરાઈ હતી.કાયદાના પુસ્તકો અને પુસ્તકો મુકવાની તિજોરી બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિતચંદ્ર ઝેડ રોહિત અને વિજયકુમાર ઝેડ રોહિતના પરિવાર તરફથી સપ્રેમ ભેટ આપવામાં આવી હતી. સ્વ હસુમતીબેન ઝવેરભાઈ રોહિતના સ્મરણાર્થે આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગમાં મુખ્ય મહેમાન છોટાઉદેપુરના સિનિયર એડવોકેટ એમ.એસ. મકરાણી તથા સિનિયર એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન સિનિયર એડવોકેટ જે.કે.અમીન, ઉપપ્રમુખ પી.આઈ. રોહિત, મંત્રી અજયભાઈ શ્રીવાસ્તવ, રંજનભાઇ તડવી, કમલસિહ રાઉલજી, મૌહસીનભાઈ મન્સુરી, અંકિતભાઈ લાલા, મિતેશભાઈ ડબગર, તથા બોડેલી બાર એસોસિએશનના તમામ હોદ્દેદારો વકીલ મિત્રોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...