તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:ચલામલીમાં આદિજાતિ ખેડૂતોને કિટનું વિતરણ કરવામાં આવ્યું

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ અને કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ સેન્ટરો પર આદિજાતિ ખેડૂતો માટે ખાતર,બિયારણની કીટ દર વર્ષની જેમ આ વર્ષે પણ આપવામાં આવી રહી છે. જેનો પ્રારંભ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા અમલીકરણ અધિકારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ચલામલી ગામે કીટ વિતરણનું સેન્ટર ફળવાતાં ચલામલી પંથકના ખેડૂતોને 20 કિમી દૂર અંતર કાપવું ન પડતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા.

જિલ્લા અમલીકરણ અધિકારી દ્વારા આદિજાતિ ખેડૂતોને સરળતાથી કીટ મળી રહે તે રીતે શુક્રવારે ચલામલી હાઈસ્કૂલ રોડ પર આવેલ જીએટીએલ ડેપો ખાતે સેન્ટરની શરૂઆત કરી બે ગામના આદિજાતિ ખેડૂતોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા અમલીકરણ અધિકારી દ્વારા નિમણુંક પામેલ અધિકારી હાજર રહ્યા હતા. આ કીટમાં ખેડૂતોને એક યુરિયા, એક પ્રોમ ખાતર અને 4 કિલો મકાઈનું બિયારણની કીટ 250 રૂપિયા ભરવા સાથે વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...