આયોજન:બોડેલીમાં આજે કેજરીવાલની સભા, મધ્ય ગુ.ની પ્રથમ સભા માટે બોડેલીને પસંદ કરી ગ્રામીણ ક્ષેત્રે ‘આપ’ની નજર

બોડેલી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેવડી કલ્ચરનો જવાબ આપવા વધુ એક ગેરંટી બોડેલીમાં જાહેર કરે તેવી શક્યતા

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મધ્યગુજરાતની પ્રથમ જન સભા તા. 7 ઓગસ્ટને રવિવારે બપોરે 12 કલાકે બોડેલી બજાર સમિતિના મેદાનમાં યોજાનાર છે. જેમાં 30 હજારથી વધુ લોકોને સમાવી શકાય તેવો વોટર પ્રૂફ ડોમ તૈયાર કરાયો છે.આગામી વિધાન સભાની ચૂંટણીનુ બ્યુગલ ફૂકાઈ ગયું છે. ત્યારે ગુજરાતમાં દિલ્હી અને પંજાબની જેમ મતદારોને આકર્ષવા માટે અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાત આવી રહ્યા છે.

બોડેલી બજાર સમિતિમાં વિશાળ વોટર પ્રૂફ ડોમ તૈયાર કરાયો છે. ત્યાર પછી પણ પાછળ વિશાળ મંડપ બનાવ્યો છે. સભામાં આવનારા દરેક ખુરશીમાં બેસે અને દરેક જન માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી અને પંજાબથી કેટલાક આગેવાનો વ્યવસ્થા સાચવવા માટે ઉતરી પડ્યા છે. વડોદરાથી બાય રોડ અરવિંદ કેજરીવાલ આવવાના હોવાની માહિતી સાંપડી હતી. જિલ્લા પોલીસ પણ આગલા દિવસથી જ બંધોબસ્ત માટે કાફલો ઉતારી દીધો હતો. રેવડી કલ્ચરને લઈને વડાપ્રધાન અને સુપ્રીમ કોર્ટની ટકોર છતાં પ્રજાને રાહત આપતી ગેરંટીમાં વધુ એક ગેરંટી બોડેલીમાં જાહેર કરી શકે છે તેમ જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...