ગમખ્વાર અકસ્માત:કાવીઠાની મોડેલ એશ્રા પટેલને કાર અકસ્માતમાં ગંભીર ઇજા

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સૂર્એયા-કુંડી વચ્શચે બે કાર વચ્ચે અકસ્માત  સર્જાયો હતો. - Divya Bhaskar
સૂર્એયા-કુંડી વચ્શચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
  • બોડેલીના સૂર્યા અને કુંડી વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત
  • બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

બોડેલીના સૂર્યા અને કુંડી ગામ વચ્ચે કાવીઠાની મોડેલ એશ્રા પટેલની કારને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એશ્રાને ગંભીર ઇજા પહોંચતાં બોડેલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અકસ્માતમાં 2 ને ઇજા પહોંચી છે. જ્યારે બંને કારને પણ ભારે નુકસાન થયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ કાવિઠાની એશ્રા પટેલની કાર પસાર થતી હતી ત્યારે ઇકો કાર સાથે ટક્કર વાગી હતી. જેમાં કુલ 2 ને ઈજાઓ પહોંચી હતી. એશ્રાને શરીરના ભાગે અને મોઢા પર ઈજાઓ થતાં બોડેલીના દવાખાને સારવાર માટે દાખલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી મોડેલ એશ્રા પટેલ ખૂબ ચર્ચામાં રહી છે. સરપંચની ચૂંટણીમાં પણ લોકોના દિલ જીત્યા હતા. માનવીય સેવા કાર્યો કરીને પણ પોતાનું અલગ સ્થાન ઊભું કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...