કાર સાથે બાળકોનું અપહરણ:બાળકોને ગાડીમાં જ બેસાડી ઈસમ ગાડી ક્યાં પાર્ક કરી તે જ ભૂલી ગયો

બોડેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર સાથે બાળકોનું અપહરણ થયાની પોલીસને જાણ કરાઈ

બોડેલીના છોટાઉદેપુર રોડ પર એટીએમમાંથી રૂપિયા કાઢવા ગયેલા ઈસમે પોતાની ઇકો ગાડી પાર્ક કરીને મૂકી હતી. તેમાં તેના બે બાળકો પણ હતા. પણ એટીએમમાં રૂપિયા ન નીકળતા અન્યત્ર એટીએમમાં રૂપિયા લેવા માટે ચાલતો જ ગયો હતો. તેવામાં વિલંબ થઈ જતાં તેને ખ્યાલ પણ ન રહ્યો કે ગાડી ક્યાં પાર્ક કરી છે અને ગાડી સાથે બન્ને બાળકોનુ અપહરણ થયું હોવાનું સમજી પોલીસને જાણ કરી હતી.

જેથી પોલીસ પણ જિલ્લામાં જાણ કરી દરેક વિસ્તારોને નાકાબંધી કરાવ્યા અને દોડધામ મચી હતો. પણ છેવટે ખોદ્યો ડુંગરને નીકળ્યો ઉંદર તેમ ઇકો ગાડી છોટાઉદેપુર રોડ પર જ્યાં પાર્ક કરી હતી ત્યાંથી જ મળી હતી. જ્યાં બન્ને બાળકો પણ પિતા મોડા આવતા રડતા હતા. પોલીસને ખબર પડી કે ભૂલ આ ભાઈની જ છે અને પોલીસને દોડતી કરી છે. ત્યારે પોલીસે પેલાભાઈની ખબર લીધી હતી. બોડેલી નગરમાં આ બનાવે ભારે ચર્ચા ઊભી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...