તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:બોડેલીના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ પગ પેસારો કરતાં દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયાં

બોડેલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દર્દીઓ કોરોના ટેસ્ટ કર્યા વિના દવા લઈને સંક્રમણ ફેલાવી રહ્યા છે
 • વેક્સિનેશનનું કામ તેજી નહિ પકડે ત્યાં સુધી લોકડાઉન કારગત નહી નીવડે

બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ ફેલાઈ રહ્યું છે. આ સંક્રમણ હવે ગામડાઓ સુધી પહોચ્યું હોવાથી આવનારા દિવસોમાં કોરોનાના દર્દીઓમાં ચિંતાજનક વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

અત્યારે બોડેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેમ લક્ષણો ધરાવતા દર્દીઓની કતારો ક્લિનિક પર જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારની ક્લિનિક પર અગાઉ જ્યાં સામાન્ય રીતે એકલ દોકલ દર્દીઓ નજરે પડતા હતા. ત્યાં અત્યારે દર્દીઓની લાંબી લાઈન પડી છે. ગામડામાં કોરોનાનું ટેસ્ટીંગ ન થતું હોવાથી કોરોનાના દર્દીઓની ઓળખ થતી નથી અને આવા દર્દીઓ તાવ, ખાસી અને શરદી વિગેરેની દવા લઈ રહ્યા છે. ગામડામાં હવે કોરોના ટેસ્ટ થાય તેવું લોકો માંગ કરી રહ્યા છે.

બીજી તરફ કેમ્પ રાખતા હોય ત્યારે ગ્રામ્ય પ્રજામાં તેની જાગૃતિ દેખાતી નથી. વેક્સિન માટે તો ગ્રામ્ય પ્રજામાં જાણે ડર પેસી ગયો છે. કોઈ મૂકવા આવતા નથી. કેમ્પ આવ્યો તેવી ખબર પડે એટલે ઘરે તાળું મારીને ખેતરની વાટ પકડી લેતા હોય છે. તેવી આરોગ્ય કર્મીઓ ફરિયાદ કરી રહ્યા છે. પણ કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે કોરોના ટેસ્ટ અને દરેકને વેક્સિન આપવાનું કામ તેજી નહિ પકડે ત્યાં સુધી લોકડાઉન પણ કારગત નીવડે નહિ. ગામડા લેવલના આરોગ્ય કેન્દ્રો પર કોરોના ટેસ્ટ અને વેક્સિન માટે સ્થાનિક આગેવાનોની મદદ લઈને કામગીરી તેજ કરાય તો કોરોના ચોક્કસ કાબૂમાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો