ખેડૂતોને આર્થિક નુકસાન:જબુગામ અને ચલામલી પંથકમાં કેળના પાકને સિંગાટોકા રોગ લાગ્યો

જબુગામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંગાટોકા રોગથી ખેડૂતોને આર્થિક નુકસાન : ખેડૂતોને દવા, મજૂરી ખર્ચમાં વધારો થયો

છેલ્લા બે વર્ષથી ચલામલી પંથકમાં કેળ પકવતા ખેડૂતો નવા વકરેલા સિંગાટોકા રોગથી પરેશાન થતા મુશ્કેલીમાં મુકાયા છે. સિંગાટોકા રોગના સામાન્ય લક્ષણો કેળના પાકમાં જમીન પરથી થડ મારફતે પાન પર આવતા પાન ધીમે ધીમે સુકાય જાય છે. ફળ આવવાના સમયે સિંગાટોકા નામના રોગથી ફળનો વિકાસ ન થતા ફળ જે અવસ્થામાં હોય તે અવસ્થામાં પાકી જતા ઉત્પાદન ન મળતા ખેડૂતોને ભારે નુકશાન થવા પામ્યું છે. ગોલાગામડી ખાતે આવેલ મંગલ ભારતીય કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ખેતી નિષ્ણાત મિલનભાઈ બ્રહ્મભટ્ટને સિંગાટોકા રોગ અંગે ટેલિફોનિક પૂછતા તેઓએ આ સિંગાટોકાએ ફંગસથી થતો રોગ છે.

જે જમીનમાં સતત પિયાત અપાતું હોય છે. તેવી જમીનમાં રહેલ ફંગસનું પ્રમાણ વધતા તે કેળના વિવિધ ભાગોમાં પહોંચી પાકને નુકશાન પહોંચાડે છે. જે હવાથી ફેલાઈને અન્ય પાકોને પણ નુકશાન પહોંચાડી શકે છે. ફંગસને કંટ્રોલમાં લેવા 15 દિવસે પિયાત આપવું. જમીન ઉપર સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કેળના પાકમાં કરવી. રવિ સીઝનમાં ફંગસનું પ્રમાણ ઠંડકના કારણે વધુ રહેશે. ખેડૂતોએ પિયતનો સમય લંબાવવો જોઈએ. જેથી સિંગાટોકાને કંટ્રોલમાં લઇ શકાય. આ રોગથી ખેડૂતોના દવા, મજૂરી ખર્ચમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...