તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચિત્ર અકસ્માત:ધરોલીયામાં રાડા પીલતું ટ્રેક્ટર કૂવામાં ખાબક્યું, ચાલકનો આબાદ બચાવ થયો

બોડેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોડેલીથી ક્રેન મંગાવી કૂવામાંથી ટ્રેક્ટરને બહાર કઢાયું

બોડેલી તાલુકાના ધરોલીયામાં રાતે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બોડેલીનાં ધરોલીયાના વડ ફળિયામાં ઇશ્વરભાઇ મંત્રીનું ટ્રેકટર પ્રવીણભાઈ બારીયાના ઘરે રાડા પીલવા અર્થે ગયું હતું. તે દરમિયાન અચાનક ટ્રેક્ટરનો ગેર પડી જવાથી દોડવા લાગ્યું હતું.

નજીકમાં આવેલ ખુલ્લા કૂવામાં ખાબકયું હતું. તેમાં કોઈ જાન હાની ન થતા ઘર માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. અને અકસ્માત થયા બાદ બોડેલીથી ક્રેન મંગાવ્યા બાદ કુવામાંથી ટ્રેક્ટરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી. અકસ્માતમાં ટ્રેક્ટરને ભારે નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...