બેદરકાર તંત્ર:બોડેલીમાં દુકાનદારને જૂનું વીજ મીટર પધરાવ્યું, તો બિલ આવ્યું રૂ.70 હજાર

બોડેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મીટર નાખ્યા પછીય દુકાન શરૂ થઈ નથી અને અધધ બિલ આવતાં દુકાનદાર ચોંક્યો
  • વીજ અધિકારીનો સંપર્ક કર્યો તો કહ્યું બિલ તો ભરવું જ પડશે

બોડેલી M.G.V.C.L. ના અધિકારીની આડોડાઈ દુકાનદારે નવુ વીજ કનેક્શન માગતા 5557 રીડિંગવાળું જુંનું મીટર પધરાવી દઈ 70 હજાર ભરવા જણાવતા દુકાનદાર મુઝવણમાં પડ્યો હતો. હવે વિજ અધિકારીનો સંપર્ક કરતા કહ્યું કે બિલ તો ભરવું જ પડશે. નહીંતર વિજ કનેકશન કાપી લેવાશે. જેથી દુકાનદાર હવે મામલતદારને રજૂઆત કરીને આગળની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

બોડેલી તાલુકાના ચાચકનો લક્ષ્મી સોસાયટીમાં આવેલી દુકાન જેનો નંબર 73/A/23 છે. જેના માલિક ખત્રી જૈનાબ બેન ઈરફાનભાઈએ આજથી બે માસ પૂર્વે દુકાન માટે M.G.V.C.L.માં નવા વિજપુરવઠાની માગ માટે આરજી કરી હતી. જેને લઈ M.G.V.C.L. દ્રારા એસટીમેંટ આપવામાં આવ્યું હતું. જેના 6067 રૂપિયા ગ્રાહકે 1-2-2022ના રોજ ભરી દીધા હતા. પરંતુ નવું વીજ મીટર નાખવામાં ના આવતા ગ્રાહકે બોડેલી M.G.V.C.L. પર જઈ નવું મીટર લગાડવામાં આવ્યું નથી, તેવી જાણ કરતાં વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું કે તમારી દુકાનમાં વીજ મીટર લગાડી દેવામાં આવ્યું છે.

ત્યારબાદ ગ્રાહકે દુકાન પર જઈ જોયું તો વિજમીટર લગાડવામાં તો આવ્યું હતું. પરંતુ જે મીટર લગાડવામાં આવ્યું હતું તે જૂનું હતું અને તેનું મીટર રીડિંગ 5557 હતું. જેથી તાત્કાલિક M.G.V.C.L.ની ઓફિસમાં ગ્રાહકે જાણ કરી હતી. જેથી વીજ કંપનીના ડે. એંજિનિયરે જણાવ્યુ હતું કે જે મીટર તમારી દુકાને લાગેલું હતું. તે તમારા નામ પર કરી દેવામાં આવ્યું છે. અધિકારીના કહેવા પ્રમાણે જે દુકાન પર મીટર લાગેલ હતું. તો ટ્રાન્સફર નવા ગ્રાહકના નામ પર કર્યું તો તેમણે એસટીમેંટ ચાર્જ કેમ ભરાવ્યો...? ડોક્યુમેન્ટ નવા કનેક્શનના કેમ માગ્યા..? એ પણ એક સવાલ થઈ રહ્યો છે.

જેથી ગ્રાહકે જે મીટર રીડિંગ છે તેનું શું...? તેવું અધિકારીને કહેતા અધિકારીએ રીડિંગ જે હોય તે પ્રમાણે પૈસા ભરી દેવા પડશે. તેમ જણાવતા ગ્રાહકના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કેમકે જે રીડિંગ હતું તે પ્રમાણે 70 હજાર ભરવા પડે તેમ હતા. અધિકારીએ તે પૈસા તમારે ભરવા પડશે, તેમ જણાવી ઉદ્ધાતાઈ ભર્યું વર્તન પણ કર્યું હતું . હવે સવાલ એ ઊભો થાય છે કે જે નવા વીજ મીટર માટે માંગણી ગ્રાહકે કરી તો તેને ઝીરો-ઝીરોવાળું નહીં પરંતુ 5557 રીડિંગ ફરી ગયેલું જૂનું મીટર કેમ...? ફક્ત વીજ પુરવઠાની માગ 2 માસ થયો છે.

વીજ કનેક્શનનો ઉપયોગ કર્યો નથી. દુકાન ચાલુ કરી નથી. તો કેમ વીજ મીટરના રીડિંગ પ્રમાણે બિલ ગ્રાહક ભરે...? પણ અધિકારી ગ્રાહકની વાત સાભાળવા તૈયાર નથી. બોડેલી M.G.V.C.L.ના ડે. ઇંજિનિયરની આડોડાઈને લઈ દુકાનદાર પોતાની દુકાન ચાલુ કરી શકતો નથી. ત્યારે દુકાનદારની વાત અધિકારી સાભાળવા તૈયાર ના હોઇ ગ્રાહકે બોડેલી મામલતદારને ફરિયાદ કરતી અરજી આપી છે.

આ બાબતે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર અને સાચી હકીકત સામે આવે તેમ છે. સવાલ એ પણ ઊભો થાય છે કે ગ્રાહકે વીજ પુરવઠાનો ઉપયોગ કાર્યો જ નથી તો બિલ ભરવા માટે કેમ ગ્રહાકને દબાણ કરવામાં આવે છે. હાલ તો દુકાનદાર તેની દુકાન શરૂ કરી શકતો નથી. ત્યારે ગ્રાહક માગ કરી રહ્યો છે.

10-12 વર્ષ જૂનું વીજ મીટરનું બિલ ચઢ્યું તે બાકી છે: વીજ અધિકારી
અગાઉના વિજ ગ્રાહકે વિજ મીટર વાપર્યું અને કોક કારણોસર વિજ બિલ બનતું ન હતું. તે બિલ અત્યારના વપરાશ કર્તા ભરે કે અગાઉના વપરાશ કર્તા ભરે પણ ભરવું જ પડે. તેમ વિજ અધિકારી એન. ટી. રાઠવાએ જણાવ્યું હતું.

વીજ મીટર જૂનું નાખ્યું અને મીટર ફરેલું છે : દુકાનદાર
દુકાન માટે વિજ મીટર લેવા મટેનો પ્રોસેસ કર્યો અને છેવટે જૂનું મીટર નાખ્યું અને હવે 70 હજાર રૂપિયા બિલ આવતા ભરવા માટે કહે છે. તેમ દુકાનદાર ઈરફાન ખત્રીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...