તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:બોડેલીમાં પ્રદેશ પ્રમુખ પાટીલે ટિકિટ વાંછુઓને નિયમો બતાવ્યા

બોડેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રદેશ ભાજપ પ્રમુખના કાર્યક્રમમાં ઉમટેલા કાર્યકરોએ સામાજિક અંતર જાળવ્યા વિના જ ભોજન માટે લાઈનમાં ઉભા રહેતાં એક સમયે ભારે ભીડ ઉભી થઈ હતી. - Divya Bhaskar
પ્રદેશ ભાજપ પ્રમુખના કાર્યક્રમમાં ઉમટેલા કાર્યકરોએ સામાજિક અંતર જાળવ્યા વિના જ ભોજન માટે લાઈનમાં ઉભા રહેતાં એક સમયે ભારે ભીડ ઉભી થઈ હતી.
 • જિલ્લા ભાજપ પ્રમુખની પત્નીને પણ ટિકિટ નહીં મળે
 • જિલ્લાના 50 હજારથી વધુ પેજ સદસ્યોને માર્ગદર્શન આપ્યું

બોડેલીના શિરોલા મેદાન ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપના 50 હજારથી વધુ પેજ કમિટીના સદસ્યોને કાર્ડ વિતરણ કરવા અને તેઓનો ઉત્સાહ વધારવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ નિર્ધારિત સમય કરતાં ત્રણ કલાક મોડા આવ્યા હતા. છતાંય મેદાન કાર્યકરોથી ખીચોખીચ જોતા તેઓએ કાર્યકરોની માફી માગી તેઓને વધાવી લીધા હતા.

સ્વાગત પ્રવચન કરેલા જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાની પત્ની અને પૂર્વ પ્રદેશ મંત્રી ઊર્મિલાબેન વસાવાએ બોડેલીના અલીખેરવાની જિલ્લા બેઠક પર ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી છે. તેને સી.આર. પાટીલે મંચ પરથી જ પ્રમુખની પત્નીને ટિકિટ મળશે નહીં તેમ કહીને બનાવેલા નિયમો યાદ કરાવ્યા હતા. ત્રણ ટર્મથી ચૂંટણી લડતો હોય, 60 વર્ષ વટાવી દીધા હોય કે પછી સંગઠનના સગા હોય તેને ટિકિટ ન આપવાનું કહ્યું હતું. જેને તમામ કાર્યકરોએ વધાવી લીધા હતા.

કાર્યકમની શરૂઆત થઇ તેના બે કલાક અગાઉ જ તેજ પવનને લીધે સમિયાણો તૂટી ગયો હતો.જોકે સદભાગ્યે કોઈને પણ ઇજા પહોંચી ન હતી.
કાર્યકમની શરૂઆત થઇ તેના બે કલાક અગાઉ જ તેજ પવનને લીધે સમિયાણો તૂટી ગયો હતો.જોકે સદભાગ્યે કોઈને પણ ઇજા પહોંચી ન હતી.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે કહ્યું કે ભાજપનાં કાર્યકરને ટિકિટ માગવાનો અધિકાર છે પણ શિસ્તને પણ વરેલો છે. તેથી પાલિકાની જાહેર થયેલી યાદી પછી ક્યાંય નારાજગી જોવા મળી નથી. ટિકિટ કાપવાની નથી પણ ટિકિટ આપવાની હોવાનું કહ્યું હતું. ભાજપના કાર્યકરો ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક કામ કરે તેવું ભાષણ આપીને જિલ્લાના છ તાલુકાઓનાં પેજ કમિટીના સભ્યોને માર્ગદર્શન આપ્યું હતું. તે પ્રસંગે પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી સહિત હોદ્દેદારો અને જનમેદની ઉમટી હતી.

ભાજપના કાર્યક્રમમાં ખેડૂતનું ખિસ્સું કપાયું
બોડેલીના ભાજપના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં છ તાલુકાઓ માંથી કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. તેમાં પાવી જેતપુર તાલુકાનાં અજય રાઠવા નામનો યુવક પણ આવ્યો હતો. સવારે ટ્રેકટરમાં કપાસ લાવીને તેના 42 હજાર રૂપિયા ઉપજતા તે લઈને કાર્યક્રમમાં આવ્યો ત્યાં રૂપિયા ગુમ થતાં જ માઈકમાં એનાઉન્સ કરવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો