બોડેલીનો અર્બન એરિયા સહિત કેટલાક ગામો અને સંખેડા તાલુકામાં ચાર દિવસથી પીવાનું પાણી આવતું બંધ થતાં ભર ઉનાળે લોકોને મુશ્કેલી સર્જાઈ હતી, પણ ધારાસભ્યની દરમિયાનગીરીથી પાણી પૂર્વવત મળતાં લોકોને રાહત થઇ હતી.
બોડેલી, ઢોકલિયા,અલીખેરવા અને ચાચકમાં બોડેલીમાં કંચનભાઈ પટેલની દાનમાં આપેલી જમીનમાં ઉભા કરાયેલા સંપમાંથી પણી મળે છે, જ્યારે બોડેલી તાલુકાના કેટલાક ગામોમાં તાંદલજાના સંપમાંથી ફિલ્ટર કરાયેલું પાણી આવે છે. વણિયાદરી માઇનોરમાંથી તાંદલજા સંપમાં પાણી આવે છે, પણ કેનાલમાં પાણીની ઘટ હોવાનું કહી છેલ્લા ચાર દિવસથી પીવાનંુ પાણી બંધ કરી દેવાયંુ હતું. પાણી પુરવઠા અને નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું ન હતું.
બોડેલી માટે તો કૂવામાંથી પાણી આવતું હતું પણ અન્ય ગામોને તકલીફ પડતી હતી. ત્યારે બોડેલી સરપંચ અને બોડેલી તાલુકા ભાજપ પ્રમુખ કાર્તિક શાહે આ અંગેની જાણ ધારાસભ્ય અભેસિંહ તડવીને કરતાં ધારાસભ્યે અધિકારીઓને પાણી ચાલુ કરવા કડક સૂચના આપતાં જ તાત્કાલિક પાણી શરૂ કરાયું હતું.
બોડેલીના 96 ગામો સાથે સંખેડા તાલુકો પાણીથી વંચિત હતો
બોડેલી તાલુકાના કોસિન્દ્રાથી લઈને સંખેડા રોડ પરના ઓરવાડા ગામ સુધીનો એલ આકારનો વિસ્તાર કે જ્યાં 96 ગામો આવેલા છે. બોડેલી, ઢોકલીયા, અલીખેરવા અને ચાચક ગામ સહિત સમગ્ર સંખેડા તાલુકો ચાર દિવસથી પીવાના પાણીથી વંચિત હતો. બોડેલીના તાંદલજા ગામે બનેલા મુખ્ય સંપમાંથી જ સમગ્ર સ્થળે પણી જતું હોઇ તે હવે પૂર્વવત થયું છે.
છેવટે ધારાસભ્યે લોકોનું કાર્ય કર્યું
બોડેલી-સંખેડા તાલુકા માટે પીવાના પાણીની અનોખી યોજના કાર્યરત કરાઇ છે, જે ખૂબ લોકોપયોગી છે. પણ ચાર દિવસથી કેનાલમાંથી પણીનો જથ્થો બંધ કરાતાં યોજના બંધ થઇ હતી. અધિકારીઓને રજૂઆત કરવા છતાં સાંભળતા ન હતા, પણ ધારાસભ્ય અભેસિંહ તડવીએ કરેલી સૂચના રંગ લાવી અને યોજના ફરી ચાલુ થઈ છે. > કાર્તિક શાહ, પ્રમુખ, બોડેલી તાલુકા ભાજપ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.