કોરોના મહામારીનું ગ્રહણ:બોડેલીમાં નવરાત્રિ ટાણે જ ડબગર પરિવારો બેકાર બન્યા; ઢોલ અને નગારાના ધંધામાં મંદી

બોડેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોડેલીનો યુવક ઢોલ ઘપઘપાવી રહ્યો છે. - Divya Bhaskar
બોડેલીનો યુવક ઢોલ ઘપઘપાવી રહ્યો છે.
  • ગામડાઓમાં ગાયક વૃંદને બદલે હવે માત્ર સ્પીકરથી ગરબાની ગુંજ વધુ સંભળાય છે

બોડેલીમાં નવરાત્રિના આગલા દિવસોમાં વ્યસ્ત રહેતા ડબગર પરિવારો હવે નવરા જોવા મળી રહ્યા છે. નવરાત્રિ સાથે સંકળાયેલા ઢોલ નગારાના ધંધાને પણ કોરોનાનુ ગ્રહણ લાગતા વાજિંત્રોનો ધંધો મંદીની ઝપટમાં આવી ગયો છે. અગાઉ બોડેલીમાં સમગ્ર જિલ્લામાંથી લોકો ઢોલ નગારાની નવી ખરીદી કે રીપેરીંગ માટે આવતા હતા અને તેઓને બબ્બે મહિના અગાઉથી રીપેરીંગ માટે તારીખ લેવી પડતી હતી.

હવે તો નવરાત્રિને એક દિવસ રહ્યો છે ત્યારે પણ વેપારીઓ નવરા જોવા રહ્યા છે. એકલદોકલ રીપેરીંગને બાદ કરતાં કોઈ આવતું નથી. હવે લોકો સ્પીકર પર ગરબા વગાડતા હોય છે, કોરોનાને લીધે આયોજન અટક્યા છે અને લોકોની ખરીદ શક્તિ પણ ઘટી છે. વાજિંત્રોનો પરંપરાગત ધંધો કરતો ડબગર પરિવાર હવે સીઝનેબલ ધંધા તરફ હવે વધુ ધ્યાન આપી રહ્યો છે.

વાજિંત્રોનો ધંધો હવે સાવ જ પડી ભાંગ્યો છે
અગાઉ નવરા પડતાં ન હતા અને હવે નવરાત્રિ માં પણ નવરા જ છે, આ વખતે નવી કોઈ ખરીદી કરી નથી. વાજિંત્રો નો ધંધો પડી ભાંગ્યો છે. - સંજય ડબગર, વેપારી, બોડેલી

અન્ય સમાચારો પણ છે...