તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:અલીપુરા ચોકડી પાસે કારનો કાચ તોડી ગઠિયો રૂ. 45 હજારની મતા ચોરી ફરાર

બોડેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અલીપુરા ચોકડી પર પાર્ક કરેલી કારમાંથી ગઠીયાએ ચોરી કરી હતી. - Divya Bhaskar
અલીપુરા ચોકડી પર પાર્ક કરેલી કારમાંથી ગઠીયાએ ચોરી કરી હતી.
 • બોડેલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

બોડેલીના અલીપુરા ચાર રસ્તા નજીક છોટાઉદેપુર રોડ પર પાર્ક કરેલી ગાડીનો કાચ તોડી રોકડ રકમ અને અગત્યનાં કાગળો તેમજ લેપટોપ સાથેની બેગ ઉઠાવીને ગઠીયો ભાગી જતાં આ અંગે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.વન્ડર સિમેન્ટ કંપનીમાં માર્કેટિંગ ઝોનલ હેડ તરીકે નોકરી કરતા અને વડોદરાનાં સમા-સાવલી રોડ પર રહેતા સંજયભાઇ ધીરુભાઈ જાદવ તેઓના સાથી સહકર્મચારી પ્રગ્નેશકુમાર ગોપાલદાસ શાહ સાથે હોળીના તહેવારો હોય કંપનીના ડીલરોને હોળીની ગીફ્ટ આપવા માટે પ્રજ્ઞેશભાઈની હુંડાઈ આઇ 10 કારની પાછળની સીટ પર હોળીની ગિફ્ટના પેકેટ સાથે તેઓની ઓફિસ બેગ અને એક લેપટોપની બેગ કે જેમાં રૂા. 10 હજાર રોકડા તેમજ તેમનાકંપનીના કાગળો, ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ પાનકાર્ડ અને આધાર કાર્ડ સાથેનું નાનું વૉલેટ મૂકેલું હતું.

તે બેગ સંજયભાઈ અને પ્રજ્ઞેશભાઈ બપોરના સમયે બોડેલી આવી બોડેલીના અલીપુરાથી છોટાઉદેપુર જતા રોડ પર આવેલ પરેશભાઈ ભગત અને વિજયભાઈ ભગતની કબીર સાહેબ કોર્પોરેશન નામની દુકાને તેઓને હોળીની ગિફ્ટ આપવા માટે ગયા હતા. તે દરમિયાન કોક ગઠિયો રોડ પર પાર્ક કરેલી તેઓની ગાડીની પાછળનો દરવાજાનો કાચ તોડી સીટ પર મુકેલ લેપટોપ તેમજ રોકડ રકમ અને ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, ડેબિટ કાર્ડ, પાનકાર્ડ સાથે કંપનીના કાગળો સાથેની બેગ કોક ગઠિયો ઉઠાવી ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

કબીર સેલ્સ કોર્પોરેશનમા ગિફ્ટ આપી ગાડી પર પાછા ફરેલા સંજયભાઈ અને પ્રજ્ઞેશભાઈ ગાડીનો કાચ તુટેલો જોતા બંને જણ આશ્ચર્યમાં પડી ગયા હતા અને સીટ પર તપાસ કરતા લેપટોપ વાળી બેગ જોવા ન મળતાં તેઓએ આસપાસમાં રોડ પર અને દુકાનો પર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી.

પરંતુ કાંઈ જોવા ન મળતા તેઓ તરત જ બોડેલી પોલીસ સ્ટેશને જઈને બનાવ અંગેની જાણકારી ફરિયાદ નોંધાવતા બોડેલી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.બપોરના સવા બે વાગ્યાના અરસામાં જાહેર રસ્તા પર બનેલા આ ગાડીનો કાચ તોડી લેપટોપ તેમજ રૂા. 10 હજારની રોકડ મળી કુલ 45 હજારની ચોરીના બનેલા બનાવને લઈ સમગ્ર વેપારી આલમ અને લોકોમાં ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો