લોક ચર્ચા:બોડેલીથી કકરોલીયા સુધી અડધો રસ્તો નવો બનાવાયો

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PMની સભા માટે છોટાઉદેપુરની હદનો રસ્તો છોડી માત્ર પંચમહાલની હદમાં રોડ બનાવતા લોક ચર્ચા

બોડેલીથી ત્રણેક કિ. મી. અંતરે પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા કકરોલીયા ગામની શાળાના મેદાનમાં 31મીએ વડાપ્રધાનની જાહેર સભા નક્કી થતાં જ અધિકારીઓ રાતોરાત રસ્તાની દુરસ્તી કરવા માટે કામે લાગ્યા છે. ત્યારે બોડેલી તરફનો બે કિ. મી. માર્ગ ખખડધજ રહેવા દઈને માત્ર પંચમહાલ જિલ્લાની હદનો માર્ગ બનાવતા ચર્ચા ઉઠી છે.

બોડેલીથી કકરોલીયા સુધીનો માર્ગ એકદમ ભંગાર છે. ત્યાં અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે. ઉબડખાબડ માર્ગને લીધે વાહન ચાલકો અટવાય છે. ત્યારે બોડેલીના ચાર રસ્તા સુધીનો માર્ગ પણ નવો બનાવાય તેવી માગ ઉઠી છે. શાળાના મેદાનમાં પણ હેલી પેડથી સભા સ્થળ સુધી ડામર પાથરવા માટે તંત્ર એ કપચી અને સમાનનો ખડકલો કરી દીધી છે. બોડેલીમાં સભા હોત તો રસ્તા સુધારી ગયા હોત, તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...