તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:ગોધરાના અસલમ બોડિયા સહિત ચાર સામે છેતરપિંડીની ફરિયાદ

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાડીનો સોદો કરી હપ્તા ન ભર્યા અને ઉપરથી ધમકીઓ આપી
  • ગાડીના ડ્રાઈવરની ફરિયાદને પગલે બોડેલી પોલીસે તપાસ હાથ ધરી

બોડેલીના જિન્દાલ કોમ્પલેક્ષ પાસે ખાંડીવાવના ઈસમની ગાડી ગોધરાના ત્રણ ઠગોએ તેમના નોકરના નામે કરાવી તેના હપ્તા ન ભરતા છેવટે મૂળ માલિક પર હપ્તાની નોટિસો આવતા રૂપિયા કે ગાડીને બદલે ગોધરા વાળાઓએ ધમકીઓ આપતાં છેતરાયા હોવાનું લાગતા બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જાંબુઘોડાના ખાંડીવાવમાં રહીને ડ્રાઈવરની નોકરી કરતા સલીમ ગજજુ મુસ્લિમ સિંધીએ પોતાની ગાડીનો સોદો ગોધરાના અસ્લમ બોડિયા અહેમદ ચૂચલા સહિત ફિરોઝ નન્નું મિયા શેખ, અયુબ ઘાંચીએ પોતાના નોકર રાજેશ રાઠવાના નામે ગાડીના કાગળો તૈયાર કરી સોદો બોડેલીમાં કર્યો હતો.

ગાડીમાં માલસામાન ભરી ફેરા ફરતો સલીમ પોતાની ગાડીના નિયમિત હપ્તા ભરતો હતો. પણ સોદો થયા પછી હપ્તા ન ભરાતાં નોટિસો અવવવાનું શરૂ થયું અને તે સમય દરમ્યાન જેના નામે ગાડી કરી તે રાજેશ રાઠવાનું મરણ થયું અને ગાડી ખરીદવાની સ્થિતિ પણ નથી અને ઝૂપડામાં રહેતા હોવાનું જાણ થઈ હતી.

કુલ 7,80,000 રૂપિયામાં સોદો થયો અને સ્થળ પર 80000 રૂપિયા જ મળ્યા જતાં. જેથી 7 લાખ બાકી હતા. જે હપ્તા દ્વારા ભરવાના હતા. પણ રાજેશભાઈના મરણ જવાથી હવે તેના રૂપિયા નહિ ભરવાનું અને તેની પાસેથી લેવા જવાનું કહી ગોધરાના ત્રણેય શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. છેવટે સલીમ ગજ્જુએ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...