વિરોધ:બોડેલીમાં GST વધારાના વિરોધમાં ફૂટવેરની દુકાનો સજ્જડ બંધ રહી

બોડેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી અને કોરોના મહામારી વચ્ચે GST વધારા સામે વેપોરીઓમાં આક્રોશ

વેપારી મથક બોડેલી ફૂટવેર એસોસિએશન દ્વારા GST પર તોતિંગ વધારો કરાતા તેના વિરોધ સાથે તમામ દુકાનદારોએ સજ્જડ બંધ પાડ્યો હતો. દુકાનો પર પોસ્ટર મારી તેમજ દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જાન્યુઆરી 2022થી ફૂટવેર પર 12 ટકા જીએસટીના નવા દરના વિરોધમાં ઓલ ગજરાત ફૂટવેર એસોસિયેશન દ્વારા વિરોધ થયો છે.

બોડેલીની તમામ ફૂટવેર દુકાનો બંધ રાખવા એલાન આપવામાં આવ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને વેપારીઓએ રોષપૂર્વક દુકાનો બંધ રાખી છે. બોડેલીમાં 30થી વધુ નાની મોટી દુકાનો છે. છૂટાછવાયા વેપારીઓએ એકત્રિત થઈને જીએસટી કાઉન્સિલના નિર્ણયને દૂકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

કરજણમાં પણ ફૂટવેરના વેપારીઓએ દુકાનો બંધ રાખી
સરકાર દ્વારા ફૂટવેરમાં GSTમાં વધારો કરતા કરજણ નગરમાં ફૂટવેરના વેપારીઓએ GST યથાવત રાખવાની માગ સાથે કરજણ મામલતદાર ને આવેદન પત્ર આપ્યું હતું અને GSTના વિરોધમાં કરજણની ફૂટવેરની તમામ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. સરકારે કપડા પર GST વધાર્યો હતો. વેપારીઓમાં વિરોધ થતાં કપડામાં GST યથાવત રાખવમાં આવ્યો હતો. જ્યારે ફૂટવેરમાં 5 ટકા GST હતો તે વધારીને 12 ટકા કરી દેતા કરજણના ફૂટવેરના વેપારીઓએ GST વધારો પાછો ખેંચવાની માંગણીને લઈને કરજણની તમામ ફૂટવેરની દુકાનો બંધ રાખીને કરજણ આવેદન આપીને ફૂટવેરમાં GST યથાવત રાખવાની માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...