તબાહી:અલીપુરામાં પાણી નિકાલની લાઇન સાંકડી હોવાથી પૂરમાં તબાહી મચી

બોડેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટી હરકલી કોતરને દબાણો કરી સાંકડી કરી દીધી

બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે હરકલી કોતરને એકદમ સાંકળી કરી દઈને દબાણો ઉભા કરતાં સમગ્ર અલીપુરા વિસ્તારના પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરો અને દુકાનો પાણીમાં ગરક થઈ હતી. એક સમયે મોટું કોતર ખુલ્લું જોવા મળતું હતું પણ અલીપુરા અને બોડેલીમાં કોતરનું દબાણ થયું અને એકદમ નાનું કોતર બનાવી દેવાયુ હતું.

ચેમ્બરને બદલે બે સિમેન્ટની પાઇપો નાખી દેવાઈ છે. વાંકી ચૂકી લાઈન આગળ જતા તો એકદમ સાંકળી લાઈન કરી દેવાઈ છે. તેના માટે પંચાયત સત્તાધીશો જવાબદાર છે. કેમકે એક માત્ર પાણી નિકાલની જગ્યાને સાંકળી કરાતા અલીપુરામાં ઘરો અને દુકાનોમાં દરવર્ષે પાણી ભરાઈ જાય છે. કલેક્ટરને આ બાબતે અલીપુરાના રહીશો રજૂઆત કરનાર હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...