તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઢોકલિયામાં ટ્રેકટરના શો રૂમમાં આગ : ટ્રેક્ટર બચ્યાં, પાર્ટ્સ ખાખ, આકસ્મિક આગ લાગતાં ફર્નિચર બળીને રાખ થઈ ગયું

બોડેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં ત્રણ રસ્તા અને ઓરસંગ બ્રિજ વચ્ચે આવેલા ટ્રેક્ટરના શો રૂમમાં વહેલી સવારે શોર્ટ સર્કિટને લીધે આગ લાગતા દોડધામ મચી હતી. ફાયર ફાઈટર દ્વારા ભારે જહેમત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઢોકલિયા વિસ્તારમાં જીતુભાઈ પટેલનો એક સાથે ચાર દુકાનમાં ટ્રેકટરનો મનુકૃપા ટ્રેડલિંક નામનો શો રૂમ આવેલો છે. ત્યાં વહેલી સવારે ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળતા કોઈક રાહદારી દ્વારા જીતુભાઈને જાણ કરાઈ હતી. જેથી તેઓ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને લોકટોળા એકત્ર થયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

બોડેલી એપીએમસીમાં જાણ કરાતાં બે ફાયર ફાઈટર આવી પહોંચ્યા હતા અને ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવાયો હતો. શટર ખોલતા જ ચાર ટ્રેકટર આગળ હોવાથી સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા. પણ સ્પેર પાર્ટ્સ, ફર્નિચર, સહિત મહત્વના દસ્તાવેજો આગમાં ખાક થઈ ગયા હતા. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...