મારામારી:અલી ખેરવામાં ચૂંટણી પૂર્ણ થવાની 5 મિનિટ પહેલાં બુથમાં મારામારી

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલિંગ સ્ટાફ મહિલા, ઉમેદવારના ભાઈ, ભત્રીજા સહિતને ઇજા

બોડેલીને અડીને આવેલા અલી ખેરવા ગામે મતદાન પૂર્ણ થવાને પાંચેક મિનિટ બાકી હતી. ત્યારે ઉમરલાયક મતદાન મત આપવા આવ્યા ત્યારે મતદાન કરવાને લઈને વાંધો ઉઠાવી 8થી 10 ઈસમોએ ગાળાગાળી કરી હોબાળો મચાવ્યો હતો. જેને લઇને કેટલાક તોફાની તત્વો લાકડીઓ લઈને બુથમાં ઘુસી આવી મારા મારી કરતા બુથ કેન્દ્રના મહિલા કર્મચારી નીલમબેન પટેલને ઈજાઓ પહોંચતા તેઓને સરકારી દવાખાને સારવાર અર્થે લઇ જવાયા હતા.

ઉમેદવારના ભાઈ અને ભત્રીજા સહિત અન્યને પણ ઇજા પહોંચી હતી. નર્મદા વસાહત પ્રા. શાળાના બુથમાં યોગેશ પટેલ, કિરણભાઈ પટેલ, રેખાબેન પટેલ, નીલમ બેન પટેલ અને પટાવાળા તરીકે મીનાબેન તડવી હતા. બોડેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મતદાન પહેલાં પણ ઝઘડો થયો હતો
અલી ખેરવા ગામે મતદાનની આગળની રાતે પૈસા વહેંચવાના મુદ્દે પણ સામસામે મારામારી થઈ હતી. પણ બોડેલી પોલીસે તે બનાવને ગંભીરતાથી લીધો ન હતો. જેથી મતદાન વખતે ફરી તોફાની તત્વો લાકડીઓ લઈને બુથમાં ઘુસી જઈને મારામારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...