ભાસ્કર વિશેષ:બોડેલીના ખેડૂતો સરકારી સહાયની રાહ જુએ છે

બોડેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાણેજ ગામે ખેતરો ને નુકશાન થતાં ખેડૂત પાયમાલ. - Divya Bhaskar
પાણેજ ગામે ખેતરો ને નુકશાન થતાં ખેડૂત પાયમાલ.
  • 10 જુલાઇના રોજ વિક્રમી વરસાદથી પાક ધોવાઇ ગયો હતો
  • પાણેજ સહિતના ગામોના ખેતરો ધોવાઈ જતાં ખેડૂતની હાલત દયનીય બની છે

બોડેલી તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં 10 જુલાઇના રોજ વિક્રમી વરસાદ વરસ્યો હતો, જેને લઈ તાલુકા સહિત જિલ્લામાં વ્યાપક ખાના ખરાબી સર્જાઈ છે. ત્યારે બોડેલી તાલુકાના પાણેજ સહિતના ગામોના ખેડૂતોના ખેતરો ધોવાઈ જતા ખેડૂતોની હાલત દયનિય બની છે. ઘરવિહોણા બનેલા ખેડૂતોના ખેતરોમાં નજીકમાં આવેલ નદીની રેતીના થર જામી ગયા છે. જ્યારે સરકાર દ્વારા ઝડપથી સહાય કરવામાં આવે તેવી ખેડૂતો સહિત ગ્રામજનો માગ કરી રહ્યા છે. ખેડૂતો માટે બેવડો માર પડ્યો છે.

12 કલાકમાં 22 ઇંચ વરસાદ પડ્યા પછી બોડેલી તાલુકાના કેટલાક ગામોમાં ઘર વખરી સાથે આખા ઘરો જ તણાઈ ગયા અને ખેતરોમાં પણ ભારે નુકસાન થવા પામ્યું છે. ભારે તારાજી વચ્ચે રોડ રસ્તાઓ, નાળા, પુલનું ધોવાણ થયું છે. ખેતરોમાં નદી કે તળાવ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને ખેડૂતોના કપાસ, તુવેર, કેળ સહિતના પાકોમાં મોટું નુકસાન થયું છે.

ઉચ્છ નદીના કિનારે વસેલુ બોડેલીનું પાણેજ ગામ આખું પાણીમાં ગરકાવ થયુ હતું. ગામના 250 ખેડૂત ખાતેદારોની એક હજાર કરતા વધુ એકર જમીનમાં તમામ ખેતરોમાં કરેલ પાક નદીના પ્રવાહ સાથે તણાઈ ગયું હતું અને અનેક ખેતરોમાં 3થી 4 ફૂટ જેટલા રેતીના થર જામી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...