તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:જિલ્લામાં વરસાદ ખેંચાતાં કપાસ, તુવેર, કેળ અને શાકભાજી પકવતા ખેડૂતો ચિંતિત

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બોડેલીના ચલામલી વિસ્તારમાં વરસાદ ખેંચાતાં મોંઘાદાડ બિયારણો બગડવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. - Divya Bhaskar
બોડેલીના ચલામલી વિસ્તારમાં વરસાદ ખેંચાતાં મોંઘાદાડ બિયારણો બગડવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
  • બે દિવસમાં અસહ્ય ગરમીના કારણે બાગાયત પાકોને નુકસાન થવાની સેવાતી ભીતિ

છોટાઉદેપુર જિલ્લામાં સમયસર વરસાદનુ આગમન થયા પછી અત્યારે વરસાદ ખેંચાતા કપાસ, તુવેર, કેળ, સોયાબીન સહીત શાકભાજી પકવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલમાં વરસાદ કેટલાક દિવસ વરસે તેમ નથી. તેવો હવામાન ખાતાનો રિપોર્ટ છે. આકાશમાં પાણીના વાદળો જોવા ન મળતા પાકમાં પિયતની સગવડ ધરાવતા ખેડૂતોએ પિયત આપવાનું શરુ કરી દીધું છે. જયારે પિયતની સગવડ ન હોય તેવા ખેડૂતો મહામુલા પાકને બચાવવા સ્પ્રે પમ્પ દ્વારા છોડને પાણી આપવાનું શરુ કર્યું છે.

બે દિવસમાં જો વરસાદ નહિ વરસશે તો ખેડૂતોનું બિયારણ બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. મોંઘાદાટ બિયારણો, ખાતર, દવા સહીત કરેલ તમામ ખર્ચ ખેડૂતોને માથે આવતા તેઓ મુશ્કેલીમાં મુકાશે તેવું ખેડૂતો તરફથી જાણવા મળેલ છે. અસહ્ય ગરમીના કારણે બાગાયત પાકોને વધુ નુકશાન થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ખેડૂતોને કોરોના મહામારીમાં પાકનો પોષણક્ષમ ભાવ ન મળતા તેઓ દેવાના ડુંગર તળે દટાયા છે.

બેંકોમાં લીધેલ ક્રોપ લોનના પૈસા ન ભરાતા બેંકોની એનપીએ વધતા બેન્કના અધિકારીઓ ખેડૂતોના ઘરે નોટિસ મોકલી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાને 33% નુકશાનીના સર્વેમાંથી બાદ કરતા ખેડૂતો માટેની કોઈ સહાય આજદિન સુધી મળી નથી. આમ જો બે દિવસમાં વરસાદ નહિ વરસે તો ખેડૂતોના બિયારણો બગડતા નવેસરથી વાવેતર કરવું પડશે. જેની સીધી અસર તેમની આર્થિક સ્થિતિ પર પડશે તેવું ખેડૂતો તરફથી જાણવા મળ્યું છે. આમ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાતા તુવેર, કપાસ, સોયાબીન, કેળ પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...