ખેડૂતોએ ગાબડું પૂર્યું:ભગવાન પુરા પાસે કેનાલમાં પડેલું ગાબડું ખેડૂતોએ જેસીબીથી પૂર્યું

બોડેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માઈનોર કેનાલમાં પડેલું ગાબડું જોવા અધિકારી આવે તે પહેલાં ખેડૂતોએ કામ કરી નાખ્યું
  • સિંચાઈના પાણી ખેતરમાં ચાલતા હોઇ ખેડૂતોએ પળવારના વિલંબ વિના ગાબડું પૂર્યું

બોડેલી તાલુકાના ભગવાન પૂરા ગામ પાસેથી પસાર થતી કડિલા માઇનોર કેનાલમાં ફરી એક વખત ગાબડું પડતા ખેડૂતોના સિંચાઈના પાણીનો સપ્લાય ખોરવાઈ જાય તેવી ભિતી સેવાઈ રહી હતી. ત્યારે તંત્રનુ ધ્યાન દોરી તેમના ભરોસે રહેવા કરતાં ખેડૂતોએ જાતે જેસીબી મંગાવીને ગાબડું પુરાવી દીધું હતું.

કડીલા માઇનોરમાં ઠેકઠેકાણે ગાબડાં પડતાં રહ્યા છે. ત્યારે ત્યાં વધુ એક વખત ગાબડું પડ્યું હતું. ખેતરમાં પાણી લેવા માટે ખેડૂતો આયોજનમાં લાગ્યા છે. ત્યારે જ ગાબડું પડતા ખેડૂતો માટે ઉભા પાકને નુકશાન થાય તે પોષાય તેમ નથી. તેથી તંત્રને જાણ કરાય તે પહેલાં જ કેનાલમાં પડેલું ગાબડું પૂરવા માટે જેસીબી કામે લગાડ્યું અને કામગીરી ખેડૂતોએ કરી લીધી હતી. ત્યાં અધિકારી ગયા ત્યાં કામ પૂર્ણ થયું હતું.

તંત્ર માટે આવા ગાબડાં તત્કાળ પૂરવા માટે આયોજન કરવું પડે તેમાં ખૂબ વિલંબ થાય. તેથી ખેડૂતો આવું સમજીને પોતાની પાણી માટેની મહત્વતા સમજી કામગીરી કરી હતી. હવે કેનાલમાં પણી પહોંચાડવા માટે અધિકારી પાસે ખેડૂતોએ રજૂઆત કરી હતી.

બ્રાંચ કે માઈનોર કેનાલ પ્રત્યે તંત્રની ઉપેક્ષા ખેડૂતો માટે નુકસાનકર્તા
બોડેલી અને સંખેડા આસપાસથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી બનેલી બ્રાંચ અને માઈનોર કેનાલમાં ઠેરઠેર ગાબડાં પડેલા કે કેનાલની પાળનુ ધોવાણ થયું હોય તે દેખાઈ રહ્યું છે. ત્યારે ગાબડું પડવું સ્વાભાવિક છે. તત્ર દ્વારા કેનાલની યોગ્ય સફાઇ અને સમારકામ સમય સર કરવામાં આવે તો ખેડૂતોને સિંચાઈના પાણી માટે પડતી મુશ્કેલી દૂર થઈ શકે છે. ચૂંટણી ટાણે કેનાલના પાણીનો પ્રશ્ન ખેડૂત મતદારો ઊભો કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...