તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:બોડેલી S.T. ડેપોમાં સફાઇ વગર શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય

બોડેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શૌચાલયના દરવાજા ગાયબ સાથે પાણીની સુવિધા પણ ઠપ્પ
  • છત પણ જર્જરિત થતાં લોખંડના સળિયા પણ બહાર આવ્યાં

છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય વેપારી કેન્દ્ર બોડેલીમાં સરકાર દ્વારા અંદાજે રૂપિયા સવા ત્રણ કરોડના ખર્ચે બનેલા આધુનિક એસટી ડેપોના જૂના શૌચાલયમાં પાણી, સાફ સફાઈ તેમજ દરવાજાના અભાવે મુસાફરોને ભારે મુશ્કેલી ભોગવવાનો વોરી આવ્યો છે. ત્યારે શૌચાલયની જાળવણી હાલના સમયે અત્યંત જરૂરી બની છે.બોડેલીનો આધુનિક બસ ડેપો બનાવ્યા બાદ શૌચાલય જૂના જૈસે થે જાળવી રાખ્યા છે. વેપારી મથક હોવાથી જિલ્લામાંથી લોકો સરકારી બસનો વધુ ઉપયોગ કરે છે. શૌચાલયની અંદર સાફ સફાઈ જળવાતી નથી.

તેમજ શૌચાલયના કેટલાક દરવાજા નથી તો શોચાલયમાં પાણી વિતરણની સુવિધા ઠપ્પ છે. આ ઉપરાંત સીલિંગ જર્જરિત થતાં લોખંડના સળિયા પણ બહાર નીકળી ગયા છે. જો કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ ? તેવી મુસાફરોમાં ચર્ચા જાગી છે તેમજ અવાર નવાર ગટરો ઉભરાતા આસપાસના દુકાનદારો તેમજ અવર જવર કરતા મુસાફરોમાં રોગચાળાનો ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે. હાલના શૌચાલયને મરામત કરી મુસાફરોને ઉપયોગી થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...