દુષ્કર્મ:સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારની અટકાયત

બોડેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોડેલીના ગામમાં પાડોશીએ કિશોરીની એકલતાનો ગેરલાભ ઉઠાવ્યો
  • આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો

બોડેલી તાલુકાના એક ગામમાં પરિવારના સભ્ય મજૂરી કામકરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવારની સગીર પુત્રી પણ મજૂરી કામે જઈને પરિવારની મદદ કરતી હતી. પરિવારના સભ્ય મજૂરી કામે ગયા હતા. તે સમયે 15 વર્ષીય સગીરા ઘરે એકલી હતી. ઘરની નજીકમાં રહેતા ફુલસિંગ ગોવિંદભાઈ નાયકએ સગીરા પર નજર બગાડી ઘરમાં જઈને તેની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું અને નરાધમે સગીરાને કોઈને વાત કરીશ તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યાર બાદ સગીરા ઘરે એકલી હોઈ અવાર - નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ તેની માતાએ સગીરાને દવાખાને લઇ જતા સગીરા ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. સગીરાની માતાએ સમગ્ર ઘટના અંગે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફુલસિંગ ગોવિંદભાઈ નાયક સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી નરાધમને ઝડપી લઈને તેને કોર્ટમાં રજુ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...