માંગણી:બોડેલી-છોટાઉદેપુરમાં ગ્રાહક સુરક્ષા, ફેમિલી અને મજૂર કોર્ટ ઊભી કરવા માગ

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુરમાંં 9 મહિનાથી અસ્તિત્વ છતાં આદિવાસી પ્રજા સુવિધાથી વંચિત

બોડેલી સહિત છોટાઉદેપુર જીલ્લામાં ગ્રાહક સુરક્ષા, મજૂર કોર્ટ, ફેમીલી કોર્ટ અને બોર્ડ ઓફ નોમીનીઝની સુવિધા ન હોવાથી આદિવાસી વિસ્તાર સહિત સમગ્ર જનતાને છેક વડોદરા સુધી જવું પડે છે. ત્યારે સુવિધાથી વંચિત વિસ્તારમાં ઉપરોક્ત કોર્ટ શરૂ કરાય તેવી માગ પૂરજોશમાં ઉઠી છે. વડોદરા જિલ્લા માંથી છોટાઉદેપુર જિલ્લાનુ અસ્તિત્વ આવે નવ વર્ષ વીત્યા છતાં ઘણી સુવિધાઓથી જિલ્લાની આદિવાસી પ્રજા વંચિત રહી જવા પામી છે. બોડેલી સેવાસદન માં અત્યારે ત્રણ કોર્ટ કાર્યરત છે પણ ગ્રાહક સુરક્ષા, ફેમીલી કોર્ટ, મજૂર કોર્ટ અને બોર્ડ ઓફ નોમિનીઝની સુવિધા બોડેલી કે છોટાઉદેપુરમાં નથી.

આ અંગે બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિત રોહિત ના જણાવ્યા મુજબ જિલ્લામાં સાક્ષરતાનુ પ્રમાણ ઓછું હોવાથી આજેય આદિવાસીઓનુ શોષણ થઈ રહ્યું છે. બંધારણીય હકકો અને ન્યાય મેળવવા માટે જિલ્લાની પ્રજાને વડોદરા જવું પડે છે. માત્ર ફોજદારી અને દીવાની કોર્ટ જ જિલ્લાના તમામ તાલુકાઓ માં કાર્યરત છે. છોટાઉદેપુર જિલ્લામાં અનેક મંડળીઓ અને બેન્કો ચાલે છે, પણ કોર્ટ નથી. સરકારે મહિલાઓની સુરક્ષા માટે અનેક ફાયદા ઘડ્યા પણ ફેમીલી કોર્ટ જ નથી.

અન્ય સમાચારો પણ છે...