વીજપોલ જર્જરિત:બોડેલીમાં ખુલ્લી ડિપી અને જોખમી વિજ વાયરોની કામગીરી કરવા માગ

બોડેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
જાહેર રસ્તા પર ખુલ્લા વિજ વાયરો સાથેની વિજ પેટી. - Divya Bhaskar
જાહેર રસ્તા પર ખુલ્લા વિજ વાયરો સાથેની વિજ પેટી.
  • અલીખેરવાના ફતેનગર વિસ્તારમાંથી 3-3 હાઈટેન્શન લાઈનો પસાર થાય છે

અલીખેરવાના ફતેનગર વિસ્તારમાં વીજવાયરોના થાભલા પર વીજ વાયરોનું ઝુંડ જોવા મળી રહ્યું છે. એક-બે નહીં ત્રણ-ત્રણ હાઈટેન્શન લાઈનો આ વિસ્તારમાંથી પસાર કરવામાં આવી છે. હાઇ ટેન્શન વાયર જે મકાન પરથી પસાર થાય છે. વાયરોને લઈ મકાનની ઉપર જઇ પણ શકાતું નથી કે મકાનની ઉપર બીજો માળ પણ લઈ શકાતો નથી.

અલીખેરવામાં આવેલા રામનગર સહિત આસપાસના વિસ્તારોમાં જ્યાં વર્ષો પહેલાના વીજપોલ જર્જરિત છે. નગરના અનેક વિસ્તારમાં આવેલ ટી.સીને પણ કોર્ડન કરવાની કાળજી એમ.જી.વી.સી.એલ દ્વારા લેવામાં આવી નથી. ડીપીમાં વારંવાર ફોલ્ટ થાય છે. વિજવાયરો આડેધડ નાખી દેવાયા છે. અમન પાર્ક સોસાયટી વિસ્તારોના જાહેર માર્ગો પર ખુલ્લામાં ટીસી લગાવી દીધા છે. ખુલ્લી ડીપી, મકાન નજીક વિજ વાયરો, જોખમી વિજ થાંભલાઓ અનેક સ્થળે જોવા મળી રહ્યા છે. ચોમાસા અગાઉ વિજ કચેરી આવી કામગીરી કરાવે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...