તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જબુગામ CHC-રેફરલ હોસ્પિટલના તબીબીની બદલી કરવા માગણી

જબુગામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોની સાંસદને આવેદનપત્ર આપી રજૂઆત
  • તબીબની ગેરવર્તનથી દર્દીઓ-ગ્રામજનો પરેશાન

બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી સફળ માતૃત્વ બાળ સંભાળ કેન્દ્રમાં પ્રસૃતિની સંખ્યામાં મોટી સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જેમાં દવાખાનામાં સારવાર અર્થે આવતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી હોવાથી સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થયો છે. જેનું મુખ્ય કારણ દવાખાનામાં કેટલાક કર્મચારીઓ દ્વારા દર્દીઓને કનડગત થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે અંગે ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા સાથે આ તબીબની બદલી કરવા અંગેનું આવેદનપત્ર સાંસદને આપી રજૂઆત કરી હતી.

જબુગામ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉ. બી.જે.કુબાવત જે જબુગામ સરકારી દવાખાનામાં ગાયનેકોલોજીસ્ટ વર્ગ 1ના કર્મચારી તરીકે ફરજ બજાવે છે. દર્દીઓ સાથે અસભ્ય વર્તન કરવા સાથે ઉગ્ર સ્વભાવથી વાત કરે છે. તેઓ સ્ત્રીરોગ નિષ્ણાત હોવા છતાં સ્ત્રી રોગ ઓપીડીમાં સમય દરમિયાન હાજર રહેતા નથી.

છોટાઉદેપુર જિલ્લાના પ્રજાજનો માટે રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર જબુગામના ગાયનેકોલોજિસ્ટ વર્ગ-1ના ડોક્ટર બી.જે. કુબાવતની બદલી કરીને અન્ય ગાયનેકોલોજિસ્ટ વર્ગ-1ની અત્રેના રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જબુગામ ખાતે નિમણૂક કરી આપવા ગ્રામજનોએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ વિભાગીય નાયબ નિયામકશ્રીને પણ રજૂઆત કરવા સાથે ગીતાબેન રાઠવાને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...