તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાભ:બોડેલીમાં કપાસનો ભાવ 6 હજારને પાર, સીસીઆઈ કેન્દ્રોએ સપ્તાહથી કપાસની ખરીદી બંધ કરી છે

બોડેલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
બોડેલી માર્કેટ સમિતિમાં વેપારીઓ કપાસનો વિક્રમી ભાવ 6 હજારથી વધુ પ્રતિ ક્વિન્ટલ આપ્રી રહ્યા હોવાથી સીસીઆઈ ખરીદીમાંથી આઉટ થઈ ગયું છે. - Divya Bhaskar
બોડેલી માર્કેટ સમિતિમાં વેપારીઓ કપાસનો વિક્રમી ભાવ 6 હજારથી વધુ પ્રતિ ક્વિન્ટલ આપ્રી રહ્યા હોવાથી સીસીઆઈ ખરીદીમાંથી આઉટ થઈ ગયું છે.
 • વેપારીઓ દ્વારા પ્રતિ ક્વિન્ટલ 5200થી 6300 રૂા.માં ખરીદી થઈ રહી છે

બોડેલી સહિત જિલ્લાના તમામ ખરીદ કેન્દ્રો પર સી સી આઈ એ કપાસની ખરીદી સપ્તાહથી બંધ કરી છે. ત્યારે વેપારીઓ દ્વારા પ્રતિ ક્વિન્ટલ 5200થી 6300 રૂપિયાથી ખરીદી થઈ રહી છે. એકંદરે ખેડૂતો કપાસના વધેલા ભાવથી ખુશ છે.

હાલ રૂા. બજારમાં તેજીનો પવન ફૂકાયો છે. કપાસની ગુણવતા સારી ન હોયતો પણ 5 હજારથી વધુ ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. સીસીઆઈએ અઠવાડિયાથી ખરીદી બંધ કરી છે. રોજ 300 જેટલા કપાસ ભરેલા વાહનો હરાજી માટે આવી રહ્યા છે. તે તમામ 5 હજાર ક્વિન્ટલ જેટલો કપાસ વેપારીઓ તંદુરસ્ત હરીફાઈથી ખરીદી રહ્યા છે. બોડેલીમાં અત્યાર સુધી 4.75 લાખ ક્વિન્ટલ જેટલો કપાસ આવ્યો છે. તેમાંથી સીસીઆઈએ 2.62 લાખ ક્વિન્ટલ જેટલો કપાસ ખરીદ્યો છે. હવે સીસીઆઈ ભાવ ઘટે તોં જ ખરીદીમાં એન્ટ્રી કરી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો