ડેલ્ટાની ભીતિ:મહારાષ્ટ્રથી બોડેલી આવેલા ત્રણને કોરોના

બોડેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જે ઘરે રોકાયા તે પરિવારજનોનો ટેસ્ટ થાય તેવી માગ

મહારાષ્ટ્રના શિરડી તરફથી બોડેલીમાં ગાડી લઈને કેટલાક લોકો મહેમાનગતિ માણવા આવ્યા હતા. તે પૈકી ત્રણ જણા ની તબિયત બગડતાં તેઓનો કોરોના ટેસ્ટ બોડેલીમાં કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. જોકે કોરોનાના ત્રણેય દર્દીઓ સહિતના મહેમાનો રિપોર્ટ આવે તે પહેલા જ ગાડી મારફતે મહારાષ્ટ્ર તરફ રવાના થઈ ગયા હતા.

બોડેલી સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના શાંત બની બેઠો છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા વેરીયેન્ટના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે મહારાષ્ટ્ર તરફથી આવતા લોકો માટે સાવચેતી રાખવી અનિવાર્ય થઈ પડે તેમ છે.

મહારાષ્ટ્રના શિરડી તરફથી મહેમાનો બોડેલીમાં ગાડીમાં આવ્યા અને પણ તે પૈકી ત્રણની તબિયત બગડી હતી. જેઓને કોરોનાના લક્ષણ દેખાતા ખાનગી લેબમાં RTPCR ટેસ્ટ કરાવ્યો અને બીજા દિવસે ત્રણેયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. લેબોરેટરી તરફથી આરોગ્ય વિભાગને પણ જાણ કરાઈ ન હતી. જેથી વિસ્તાર અને નગરમાં તેની ચર્ચા ઉઠતા લોકોએ આરોગ્ય તંત્ર સાથે બોડેલી પોલીસ મથકે જઈને સાવચેતીના પગલાં ભરવાની વાત કરી હતી. હવે ત્રણેય કોરોનાગ્રસ્ત દર્દીઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ કરી તેઓનો પણ કોરોના ટેસ્ટ કરાવી કોરોના ફેલતો અટકાવવાના પગલાં ભરે તેવી લોકોએ માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...