કોરોનાનો કહેર:અલીપુરાના રામનગરમાં આધેડ મહિલાને કોરોના પોઝિટિવ

બોડેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અલીપુરામાં ગોપાલ ટોકીઝ પાછળ આવેલી રામનગર સોસાયટીમાં કરીમાબેન ખત્રી નામના આશરે 58 વર્ષિય મહિલા ત્રણેક દિવસથી બીમાર હોવાથી વડોદરા સારવાર કરાવી રહ્યા હતા. ત્યાં કોરોનાનો સેમ્પલ લેતા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરામાં જ સારવાર માટે દાખલ કરી દેવાયા છે. જેથી રામનગરમાં આરોગ્ય ટીમ આવી પહોંચી હતી અને તેઓના પરિવારજનોને હોમ ક્વોરોન્ટાઈન કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...