માગણી:મટિરિયલના ભાવ વધતાં સરકાર રાહત કરી આપે તેવી કોન્ટ્રાક્ટરોની માગણી

બોડેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવ વધારો થતાં સરકારી ઇજારદારો ટેન્ડર મુજબ કામ કરવા માટે અસમર્થ
  • અમદાવાદ ખાતે મળેલી ગુજરાતભરના સરકારી કોન્ટ્રાક્ટરોની મીટિંગમાં બોડેલી અને છોટાઉદેપુરના ઇજારદારોએ પણ મીટિંગમાં ભાગ લીધો

બાંધકામ ક્ષેત્રે દરેક મટીરીયલમાં થયેલા 30થી 40 ટકાના ભાવ વધારાને લીધે સરકારી કોન્ટ્રાક્ટરો માટે ટેન્ડર મુજબ કામ કરવું કઠિન બન્યું હોવાથી રાજ્ય સરકાર ભાવ વધારાની રકમ જેટલી રાહત કરી આપે તે માટે ગુજરાત કોન્ટ્રાકટર એસોસિયેશનની મીટિંગ અમદાવાદ મુકામે મળી હતી. જેમાં બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ જિલ્લા પ્રમુખ રાજુભાઈ એકતા વાળાએ કર્યું હતું. કોરોના મહામારી પછી બાંધકામ માં વપરાતી વસ્તુઓનો ભાવ કૂદકે ને ભૂસકે વધ્યો છે.

જેથી કોન્ટ્રાક્ટરો ત્રાસી ગયા છે. સ્ટીલ, સિમેન્ટ, રેતી, કપચી, ડામર, ઇંટો વિગેરે વસ્તુઓમાં બેફામ ભાવ વધ્યા છે. જેથી જૂના ભાવથી કામ કરવું પોસાય તેમ નથી. તેવું ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિયેશન પ્રમુખ અરવિંદ ભાઈ પટેલે જણાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિયેશન પ્રમુખ બોડેલીના રાજુભાઈ એકતાવાળાએ કહ્યું કે ટ્રાન્સપોટ્રેશન પણ ખૂબ મોંઘું થયું છે. કોન્ટ્રાક્ટરને હવે કામ કરવા માટે બજાર ભાવ આપવામાં આવે તેવી માગ કરી હતી.

રાજ્ય સરકાર અને મહા નગર પાલિકા દ્વારા આરબીઆઈ ઇન્ડેક્સ મુજબ ભાવ આપાય છે તે ખૂબ જ ઓછો છે. ત્યારે હવે સરકાર કોન્ટ્રાક્ટરોની વિવિધ માગણીઓ નહિ સ્વીકારે તો ગુજરાત રાજ્યના જાહેર બાંધકામને લગતા તમામ નવા કામોના ટેન્ડરો ભરવા નહિને ટેન્ડર ભરવા માટેની ડિજિટલ કી જિલ્લા પ્રમુખોને સોંપી દેવાનું નક્કી કર્યું હોય હવે સરકારે નિર્ણય લેવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...