તપાસ:ખાતરના જથ્થાને સગેવગે કરવાના મામલે ઇન્ચાર્જ મેનેજર સામે ફરિયાદ

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચલામલી ખાતર ડેપોમાં રૂ.44.25 લાખના ખાતરના જથ્થાની ઘટ જોવા મળી હતી

બોડેલી તાલુકાના ચલમલી ગામે જીએસએફસીના ખાતર ડેપોનુ સંચાલન કરતા ઇન્ચાર્જ મેનેજરે રૂપિયા 44.25 લાખનો જથ્થો બારોબાર સગેવગે કર્યાનું ધ્યાનમાં આવતા વડોદરા હેડ ઓફિસના મેનેજરે છેતરપીંડીની ફરિયાદ નોધાવતા બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જીએસએફસી એગ્રોટેકના ચલામલી ડેપોમાં છેલ્લા 4 વર્ષથી ઇન્ચાર્જ મેનેજર તરીકે કામ કરતા શૈલેષ વસાવા રહે. કલેડીયા, તા. સંખેડા એ કંપનીમાંથી ફાળવાતું રાસાયણિક ખાતર અને એગ્રો ટેકનો જથ્થો વેચાણ કર્યાની વિગત અને સ્ટોક ઓન લાઈન અને ઓફ લાઈન કામગીરી કરવાની હોય છે.

પણ તા. 14 માર્ચના રોજ કંપની હેડ ઓફિસના અધિકારી પૂનમભાઈ બોરાના અને વિપુલ પટેલ દ્વારા ચલામલી ડેપોની સરપ્રાઇઝ વિઝિટ કરી અને બલ્ક અને નોન બલ્ક ફર્ટિલાઈઝરના હાજર જથ્થામાં ઘણો મોટો તફાવત જોવા મળ્યો હતો. આ અંગે ઇન્ચાર્જ મેનેજર શૈલેષ વસાવાએ સંતોષ જનક જવાબ આપ્યો ન હતો. તપાસ દરમ્યાન કંપની દ્વારા મોકલેલા સ્ટોક અને હાજર સ્ટોક વચ્ચે 44.25 લાખ રૂપિયાની ઘટ જોવા મળી હતી. આ અંગે ખુલાસાની તક અને વારંવાર નોટિસ પછી પણ કોઈ જ ખુલાસો કે જવાબ આપ્યો નથી કે રકમ આપી ન હતી. જેથી કંપની સાથે ઠગાઈ કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા હવે બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...