ભાસ્કર વિશેષ:પાણેજ પ્રાથમિક શાળામાં સફાઈ કામ કરતા બાળકો

બોડેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોના હાથમાં પુસ્તકને બદલે સાવરણા, ડોલ જોવા મળતો વીડિયો થયો વાયરલ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની પાણેજ ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસેથી શિક્ષકો સાફ સફાઈ કરાવી કચરો નાખવા મોકલ્યા હોવાનો વીડિયો વાયરલ થતાં જિલ્લા શિક્ષણ આલમમાં ચકચાર મચી છે. શાળામાં બાળકો ભણવા જતાં હોય છે અને ત્યાં ભણી ગણીને પોતાનું ભવિષ્ય બનાવતા હોય છે. પણ જે શિક્ષકો બાળકોને શિક્ષણ આપવાનું હોય તેને બદલે સાફસફાઈ કરાવતા હોય ત્યારે ગામડાનું શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે. તેનો બોલતો પુરાવો વાયરલ થયેલા વીડિયો દ્વારા જોવા મળી રહ્યો છે.

બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન થાય તે માટે શાળામાં વાલીઓ મોકલે છે પરંતુ હવે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામની પ્રાથમિક શાળામાં બાળકોના હાથમાં પુસ્તકના બદલે હાથમાં ડોલ સાવરણી વગેરે જોવા મળી રહ્યા છે. જિલ્લામાં ખૂબ જ ઝડપથી વાયરલ થયેલા ફોટા અને વીડિયોને લઈને વાલીઓમાં રોષની લાગણી જોવા મળી છે. છોટાઉદેપુર જિલ્લામાં આ વીડિયોને લઈ ઘણા સવાલ ઉભા થઇ રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણ શું આ રીતે આગળ વધશે તેવો સવાલ પણ ચર્ચાઇ રહ્યો છે.

પાણેજ શાળામાં કેડસમા પૂરના પાણી આવ્યાં હતાં
પાણેજ ગામમાં પૂર આવ્યું ત્યારે શાળામાં કેડસમા પાણી ભરાયાં હતાં. શાળા સપ્તાહ પછી ખુલી હતી. ત્યારે શિક્ષકોએ જાતે શાળાના ઓરડાઓ ગ્રામજનો દ્વારા સફાઇ કરાવ્યા અને તેમાં શિક્ષકો પણ જોડાયા હતા. શાળાને સ્વચ્છ રાખવા બાળકોએ પણ મદદ કરી. આ અગાઉ ક્યારેય બાળકો પાસે કામ કરાવ્યું નથી. શાળાને બદનામ કરવા માટે ફોટા અને વીડિયો વાયરલ કરાયો છે. > ધર્મેશ પટેલ, આચાર્ય, પાણેજ પ્રાથમિક શાળા

અન્ય સમાચારો પણ છે...