તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષોની વાવણી:છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્વારા 32 જિલ્લા પંચાયતની બેઠકોમાં વૃક્ષારોપણ

બોડેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાની 32 જિલ્લા પંચાયત બેઠકો પર વૃક્ષારોપણ કાર્યક્રમ થયા. - Divya Bhaskar
બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાની 32 જિલ્લા પંચાયત બેઠકો પર વૃક્ષારોપણ કાર્યક્રમ થયા.
  • કડાછલા જિલ્લા પંચાયતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
  • 110 વૃક્ષોની વાવણી કરી તેના જતન કરવા માટે સંકલ્પ લેવાયો

બોડેલી જિલ્લા પંચાયત બેઠક પર રનભુન ગામે સત કેવલ હાઈસ્કૂલમાં જિલ્લા પંચાયત સભ્ય સંજય રાઠવા, કારોબારી અધયક્ષ હિતેષ કોલી જિલ્લા કારોબારી સભ્ય સાદિક કુરેશી, સરપંચ અશોક રાઠવા તથા દિલીપ રાઠવા, નરપત રાઠવા, અશ્વિન કોલી સહિત કાર્યકર્તાઓની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બોડેલી તાલુકાની કડાછલા જિલ્લા પંચાયતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ સીમલઘોડા ખાતે કરવામાં આવ્યો હતો.

જેમાં ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય બિલજીભાઈ ભીલ, કડાછલા જિલ્લા પંચાયત સદસ્ય અમરસિંહ વણજારા, જિલ્લા બક્ષીપંચના અધ્યક્ષ ભગુભાઈ પંચોલી, તાલુકા એટીવીટી સભ્ય અને છોટાઉદેપુર જિલ્લા મીડિયા કન્વીનર પરિમલ પટેલ, જિલ્લા કિસાન મોરચાના પૂર્વ મહામંત્રી બળવંતસિંહ, જિલ્લા મહિલા મોરચાના પૂર્વ મહામંત્રી ઉષાબેન, ગ્રામીણ કેન્દ્રના ઇન્ચાર્જ ઉત્પલ પટેલ, નવાટિમ્બરવા સરપંચ પ્રફુલભાઇ, નવાટિમ્બરવા શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ રમણભાઈ નાયક, બોડેલી તાલુકા યુવા મોરચા મહામંત્રી રવિરાજસિંહ, પાણેજ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય નગીનભાઈ ,જીવનભાઈ, પ્રવીણભાઈ, જલપાબેન, રાજબોડેલી બુથ પ્રમુખ સપન પટેલ સહીત કાર્યકરો ઉપસ્થિત રહી 110 વૃક્ષોની વાવણી કરી તેના જતન માટે સંકલ્પ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...