સમસ્યા:ચલામલી શાળાના વિદ્યાર્થીઓ ST બસની સુવિધાથી વંચિત

બોડેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
એસટી બસની પૂરતી સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ હકડેઠઠ બેસે છે. - Divya Bhaskar
એસટી બસની પૂરતી સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ હકડેઠઠ બેસે છે.
  • એક જ બસ આવજા માટે હોવાથી ભણતર પર અસર પડે છે

બોડેલી તાલુકાના ચલામલી ગામની હાઇસ્કૂલમાં ભણવા આવતા છાત્રો પૈકી 80 ટકા છાત્રો બહાર ગામથી દસેક કિ. મી. ના અંતરેથી આવે છે. તેઓ માટે સવાર અને સાંજ એસટી બસ એક જ હોવાથી હકડેઠઠ મુસાફરી કરવાની ફરજ પડે છે. એક માત્ર એસટી બસ પણ સમયસર દોડતી ન હોવાને લીધે વિદ્યાર્થીઓ નો અભ્યાસ પણ બગડે છે. ખાટીયવાટ તરફથી આવતા તમામ છાત્રો માટે સવારે સ્કૂલ સમય પછી બસ આવે છે તેથી પ્રથમ પીરીયડ ભરાતો નથી. જ્યારે સાંજે તો એસટી બસ સ્કૂલ સમય કરતાં વહેલી ઊપડી જતી હોઇ છેલ્લો પીરીયડ ભર્યા વગર વિદ્યાર્થીઓ જતાં રહે છે.

એક માત્ર બસ હોવાથી બસમાં મુસાફરી કરવા માટે પડાપડી થાય છે અને કેટલાક છાત્રો તો બારીમાંથી જ બસમાં ઘૂસવાનો પ્રયાસ કરતા હોય છે. જો વિદ્યાર્થીઓને કન્યા કેળવણીને લઇને મફત એસટી પાસ આપ્યો હોય તો તેનો સમયસર સદુપયોગ કરી શકે તેવી વ્યવસ્થા એસટી તંત્રે કરવી જોઈએ. પણ કોઈ આયોજન વગર બસો દોડી રહી છે. વધુ બસો પણ દોડાવવી જોઈએ તેવો સૂર ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...