ભાસ્કર વિશેષ:કૃષિ મહાવિદ્યાલયમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

જબુગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
જબુગામ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ. - Divya Bhaskar
જબુગામ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ.
  • જબુગામ કોલેજ ખાતે ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરાયું

5 જૂન એટલેકે વિશ્વ પર્યાવરણ દિવસ જનમાનસમાં પયૉવરણ પ્રશ્નેજાગૃતતા વધે તેમજ લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભયગી બને તે હેતુથી તા. 5મી જૂન "વિશ્વ પર્યાવરણ દિન' તરીકે ઉજવાય છે. ​​​​​​​હાલના સમયમાં વિશ્વમાં અને દેશમાં પ્રદૂષણ ખબૂ જ ફેલાઈ રહેલું જોવા મળે છે.

આમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની જાહેરાત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1972માં વિશ્વ સ્તરે પર્યાવરણ પ્રત્યે રાજકીય અને સામાજિક જાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી. કૃષિ વિદ્યાલય આણંદ કૃષિ યુનિવર્સિટી જબુગામ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના તેમજ સામાજિક વનીકરણ રેન્જ પાવીજેતપુર વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તારીખ 4થી જૂનના રોજ કરવામાં આવી હતી.

જબુગામ કોલેજ ખાતે ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ ખાતે અભ્યાસ કરતા પ્રથમ વર્ષના 45 જેટલા રાષ્ટ્રીય સ્વયંમ સેવકો તેમજ કોલેજના કર્મચારીગણ અને વનવિભાગના અધિકારી એન. ટી.બારીયા ACF અને આર.એસ. બારીયા આર.એફ.ઓ ટીમ સાથે હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણની કામગીરી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જબુગામ કૃષિ કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર અર્જુનસિંહ રાઠવા તેમજ અન્ય સ્ટાફ દ્વારા આચાર્ય સુનિલભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...