બોડેલી નજીક ચાચક સબ યાર્ડ ખાતે ગોડાઉન પાસે મુકેલી બોલેરો પીકઅપ ગાડી રાત્રિ દરમ્યાન કોઈક ઉઠાવી લઈ જતા તે અંગેની નોંધાયેલી ફરિયાદને આધારે બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ઢોકલિયાની લક્ષ્મી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને રસોઈ બનાવવાનું કામ કરતા મૂળ બ્નાસ કાંઠા જિલ્લાના વતની વશરામભાઈ ડીધારી ચાચક યાર્ડમાં ભાડાનુ ગોડાઉન લઈને ત્યાં સમાન લાવવા લઈ જવા માટે બોલેરો પીકઆપ ગાડી લીધી હતી.
તા. 13ના રોજ કામ કરતો રમેશ પટેલ સંખેડા પીઠામાં લાકડા ભરીને લઈ આવી લાકડા ગોડાઉનમાં ખાલી કરીને ગાડી ત્યાં પાર્ક કરીને ગયો હતો. સવારે વશરામભાઈ ત્યાં ગયા તો ગાડી ગાયબ હતી. પૂછપરછ કરી અને શોધખોળ કરવા છતાં આશરે ચાર લાખ રૂપિયાની કિંમતની ગાડી ન મળતા છેવટે બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.