તપાસ:બોડેલીના ગુમ કિશોરની લાશ કેનાલમાંથી મળી

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેનાલના કિનારે શર્ટ - ચપ્પલ મળતાં જાણ થઇ

બોડેલીના પેટાપરા જૂની બોડેલી વિસ્તારમાં રહેતો આશરે 14 વર્ષનો કિશોર સાંજે કડીલા મંદિરે જવાનું કહીને મિત્રો સાથે નીકળ્યો હતો અને સાંજે ઘરે ન આવતાં શોધખોળ પછી પરિવારે પુત્ર ગુમ થયાની બોડેલી પોલીસને જાણ કરી હતી. નર્મદા કેનાલના કોલીયારી ગેટ પાસેથી કિશોરની લાશ મંગળવારે સવારે મળી હતી.

બોડેલીના શાક માર્કેટમાં ચાની રેકડી ચલાવતા પરિવારના રામુભાઇ બારીયાનો ધોરણ 8માં ભણતો પુત્ર શનિવારે સાંજે ઘરેથી મંદિરે જવાનું કહીને મિત્રો સાથે નીકળ્યો હતો. પણ મોડી સાંજ સુધી ઘરે ન આવતાં તેના મિત્રોને પૂછ્યું તો ખબર ન હોવાનું કહ્યું. બાદ શોધખોળ કરતાં ગામની હદે આવેલી નર્મદા કેનાલના કિનારે કિશોરનો શર્ટ અને ચપ્પલ મળી આવ્યા હતા. નર્મદા કેનાલ પર રેલવે બ્રિજ આવેલો છે ત્યાંથી તેઓ પસાર થયા હતા ત્યારે કિશોર કેવા સંજોગોમાં કેનાલમાં ખાબક્યો તે ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...